આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન હેડ કોન્સ.રાજપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ.મનદિપસિંહ ગોહિલ ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર સોમનાથનગરમાં રહેતા અને અગાઉ ઇગ્લીશ દારૂના ગુન્હામાં પકડાયેલ સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા પોતાના કબ્જા ભોગવટાની ચિત્ર જી.આઇ.ડી.સી. માં ક્રિષ્ના મોલ્ડીંગ વર્કસ વાળા ખાચામાં હસમુખ મેટલ ની બંઘ પડેલ ફેકટરીની સામે રોડ ઉપર પોતાના કબ્જાની એક સફેદ કલરની મારૂતિ ફ્રન્ટી બંઘ હાલતમાં છે. અને તેમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા મુકીને વેચાણ કરે છે. અને હાલ દારૂનો જથ્થો મારૂતિ ફ્રન્ટીમાં પડેલો છે. તેવી હકિકત આઘારે સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યા એ રેઇડ કરતા સ્થળ ઉપર સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા હાજર મળી આવેલ નહી અને રોડ ઉપર પડેલ સફેદ કલરની મારૂતિ ફ્રન્ટી જી.જે.-૦૪- ડી. ૧૫૦ માં ઝડતી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બેગપાઇપર વ્હિસ્કી ૭૫૦ મી.લી. બોટલ નં-૭૨ તથા હાઇર્વડ ૫૦૦૦ બીયર ટીન નં-૧૪૪ મળી કુલ રૂ. ૩૯,૫૨૮/- નો મુદામાલ મળી આવેલ મારૂતિ ફ્રન્ટી ની કિ.રૂ ૩૦,૦૦૦/- સહિત કુલ કિ.રૂ. ૬૯,૫૨૮/-નો મુદામાલ સાથે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ -૬૫ એ.ઇ. ૧૧૬(બી) ,૯૮(ર) મુજબનો ગુન્હો પોલીસ કોન્સ. મનદિપસિંહ ગોહિલ એ નોઘાવેલ છે.