ભાવનગર શહેર સમીપ દર વર્ષે શિયાળો ગાળવા આવતા અનેક પક્ષીઓ પૈકી એક સમુદ્રી જોવા મળી રહી છે પોતાના વતન જેવી આબોહવા અને ખોરાક અત્રે મળી રહ્યા હોય જેને લઈને આ પક્ષીની સંખ્યામાં નોંધ પાત્ર રીતે વૃધ્ધી થઈ રહી હોવાનું પક્ષી વિદ્ો દ્વારા જાણવા મળ્યુ છે.
ભાવનગર શહેર-જિલ્લામાં ત્રણેય ઋતુના સમયમાં પર પ્રાંત તથા પરદેશથી અલગ અલગ કુળ-જાતીના પક્ષીઓ આવે છે આ પક્ષીઓને યાયાવર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે શિયાળામાં ૨૭૦થી વધુ પ્રજાતીના પક્ષીઓ હજારો કિલોમીટરની સફર ખેડી શિયાળો ગાળવા માટે આવે છે આવા પક્ષીઓ પૈકી એક સી-ઈગલ જેને તળપદી ભાષામાં હરીયાની સમળી તરીકે ઓળખવામાં આવે છે મુળ યુરોપીયન દેશના વતની આ પક્ષી તેમના મુળ સ્થાનો પર થતી ભારે હિમ વર્ષા અને કાતિલ ઠંડીથી બચવા માટે આહાર આશ્રયની શોધમાં એશિયાના ભારત, શ્રીલંકા, નેપાળ સહિતના દેશો સુધી પહોચે છે આ ગગન વિહારી મિશ્રભક્ષી છે. તેનો મુળ ખોરાક માછલી તથા સમુદ્રી જીવો હોય છે પરંતુ પ્રવાસ સમયે શાકાહાર પણ હોંશભેર આરોગી લે છે ભાવનગર શહેર જિલ્લામાં નવેમ્બર માસની શરૂઆત સાથે જ સી.ઈગલ મોટા ઝૂંડમાં સાગરકાંઠા તથા અન્ય જળાશયો પર પડાવ નાખે છે વિસ્તાર ખુબ માફક આવ્યો હોય તેમની સંખ્યામાં મોટી માત્રામાં વધારો થઈ રહ્ય છે. માણસો સાથે આ ખગ સરળતાથી હળી મળી જાય છે જેથી લોકો પણ ખાસ્સા આકર્ષિત થાય છે ભાવનગર શહેર નજીકના જુના નવા બંદરથી લઈને મહુવા ગોપનાથ ઉચા કોટડા સહિતના સ્થળો પર વહેલી સવારે ઉતરી પડે છે અને સંધ્યા ઢળવાની સાથે ઉચાણવાળા વિસ્તારો સુરક્ષીત સ્થાનો પર રાતવાસો કરવા જતા રહે છે પક્ષી પ્રેમીઓ તથા સેવાભાવી લોકો દ્વારા આ પંખીને ગાંઠીયા, બિસ્કીટ, રોટલી સહિતનો આહાર આપે છે કોઈપણ ખોરાક હવામાં ઉછાળો તો આ પંખીએ ખોરાક હવામાં જ જીલી ખાઈ જાય છે જેથી બાળકોમાં બારે લોકપ્રિય બન્યા છે. આ પક્ષીઓને ભાવનગરી ગાંઠીયા અતિપ્રિય છે.