નેપાળમાં ધોધમાર વરસાદ પડતા પૂર અને ભૂસ્ખલનથી ૫૦ લોકો મોત થયા છે. જ્યારે ૨૪ લોકો ગુમ થઇ ગયા છે. નેપાળ પોલીસે જણાવ્યું કે લગભગ ૨૦ લોકોને ઇજા પહોંચી છે. જોકે ૫૦ લોકોને બચાવાયા હતા. પૂરથી સૌથી વધુ સિમર જિલ્લો પ્રભાવિત થયો છે જ્યાં ૨૪ કલાકમાં ૩૧૧ મિમી વરસાદ થયો. જ્યારે જનકપુરમાં ૨૪૫.૨ મિમી. કાઠમંડુના અમુક ભાગોમાં ૫ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. નેપાળે આગામી ૨૪ કલાક માટે હાઈએલર્ટ જાહેર કર્યુ છે.અહીં બિહારના ઉત્તર અને નેપાળના અનેક ક્ષેત્રોમાં સતત વરસાદ બાદ કોશી, ગંડક, બૂઢી ગંડક, ગંગા અને બાગમતી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તેનાથી સીતામઢી, શ્યોહર, પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને મધુબની જિલ્લામાં પૂર આવી ગયું છે. પૂરથી શનિવારે કિશનગંજમાં બે બાળકો મૃત્યુ પામ્યાં. સીતામઢીના સુપ્પી ક્ષેત્રમાં બાગમતી નદી પર બનેલ ડેમ તૂટી પડ્યો હતો. તેનાથી અનેક ગામમાં પાણી ઘૂસી ગયું. સુપોલમાં કોસી મહાસેતુની બાજુમાં ડેમ તૂટવાથી ૬૦ ગામડાંમાં પાણી ભરાઈ ગયું. પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને સીતામઢીની સ્કૂલોમાં ૧૫ જુલાઈ સુધી રજા જાહેર કરાઈ છે.રાજધાની કાઠમાંડુ આખું જળમગ્ન થઇ ગયું ગયું છે. મૃતકોમાં ત્રણ સભ્ય તો એક જ પરિવારમાંથી છે. કાઠમંડુ સ્થિત તેમના ઘરની દિવાલ ધસી પડતા ઝપટમાં આવી ગયા હતા.