ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની છાત્રાલયે ઇનામ વિતરણ સમારોહ

911

ભાવનગર શહેરના રૂપાણી વિસ્તારમાં આવેલ ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ ની અદ્યતન સુવિધા યુક્ત પામુંબા દેવીસિંહ ચુડાસમા કન્યા છાત્રાલય ખાતે વાલી મિટિંગ તથા હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી વિધાર્થીનીઓ નો ભવ્ય ઇનામવિત્રણ સત્કાર સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું .

કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર ના ડે. રજીસ્ટાર ડો.જયદીપસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા સાથે હોસ્ટેલ ના પ્રમુખ હેમરાજસીહ ચુડાસમા તથા સંચાલન મંડળ ના રૂપસંગભાઈ રાઠોડ,  બળુભાઈ જાદવ, અર્જુનસિંહ યાદવ, મોહબતસિંહ રાઠોડ, મ્હોંબતસિંહ ચાવડા, ભૂપતસિંહ પરમાર, પ્રફુલભાઈ મોરી, ઉદેસંગભાઈ પરમાર, તથા યશપાલસિંહ ચૌહાણ સહિત ના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમનું સંચાલન  ડોડીયા શીતલબા ગોરધનભાઇ તથા ગોહિલ તોરલબા દિલીપસિંહ એ કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા ગૃહમાતા ઇલાબેન શુક્લ એ જહેમત ઉઠાવી હતી.

Previous article૧ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી આરઆરસેલ
Next articleચોરીનાં આરોપીને ઝડપી લેતી એલસીબી