રાણપુરમાં વીજલાઈન ઉપર વાયર ફેકી વીજળી ખોરવવાનું ષડયંત્ર

684

બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા ૧૦ થી ૧૨ દિવસથી વારંવાર વીજળી ગુલ થઈજતી હતી ૨ થી ૩ કલાક વીજપુરવઠો બંધ રહે તો હતો જયારે ઘણીવાર તો ૧૦-૧૦ મીનીટે વીજપુરવઠો ખોરવાતો હતો.અને આખા દિવસમાં ૧૦ થી ૧૨ વાર વીજળી જતી રહેતા રાણપુરની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી.અને પી.જી.વી

સી.એલ.ના અધિકારીઓ ફરીયાદનું નિવારણ કરવામાં પડ્યા હતા.પરંતુ કાયમી ફોલ્ટ ન મળતા રાણપુર પેટાવિભાગીય કચેરીના ડી.ઈ.એન.એન.અમીન તથા તેમની ટીમના સભ્યો લાલાભાઈ, સુથારભાઈ, કટારાભાઈ સહીતના સ્ટાફે રાણપુર પોલીસ સ્ટેશનથી લઈને ભરવાડવાસના ઢાળથી બાલાજી મંદીર,કંસારાના ટીંબે,કોળી સમાજના સ્મશાન સુધીની લાઈનનું ચેકીંગ કરતા કંસારાના ટીંબા પાસે વીજપુરવઠો ખોરવવાના ષડયંત્રના ભાગરૂપે ધાતુનો વાયર બન્ને વાયરમાં નાખી વીજપુરવઠો ખોરવવાના ષડયંત્રનો પર્દાફાશ થયેલ છે.અવારનવાર વીજપુરવઠો ખોરવાતા ૧૧ કેવી રાણપુર અર્બન ફીડર દ્વારા અપાતા વીજપુરવઠાથી ઘરવપરાશ, વાણીજ્ય, ઉદ્યોગ,સરકારી કચેરીઓમાં તથા અન્ય જગ્યાએ વીજપુરવઠો જતો રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાતા હતા.આ ધાતુનો વાયરપકડાયા પછી વીજપુરવઠો છેલ્લા ૨૪ કલાક કરતા વધુ સમયથી બંધ થયો નથી.લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ કંસારાના ટીંબા પાસે તથા બાલાજી મંદીર સામેના ઢાળ પાસે અનૈતિક પ્રવૃત્તિઓ આસાનીથી કરવા વીજપુરવઠો ખોરવી નાખવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે.

Previous articleગારિયાધાર શૈક્ષણિક સ્કુલમાં જયાપાર્વતી વ્રતની ઉજવણી
Next articleરાણપુરમાં નવનિયુક્ત પીઆઈ જે.વી. રાણા એ ચાર્જ સંભાળ્યો