હૃદયરોગથી પીડિત નવજાત બાળકીને પોણા ત્રણ કલાકમાં ૧૦૮માં સિવિલ પહોંચાડી

682

કડોદરાના વરેલી ગામ ખાતે રહેતા નિર્મલાબેન પાઠક(ઉ.વ.૨૮)ને ગત ૧૨ જુલાઈના રોજ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અધુરા માસે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પુત્ર તંદુરસ્ત છે. જ્યારે પુત્રીને હૃદયની તકલીફ હોવાનું જાણવા મળ્યું હતું. અને અમદાવાદ ખસેડવાની જરૂર પડી હતી. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને ગત રોજ રાંદેર લોકોશનની ૧૦૮ના ઈએમટી અને પાયલોટ પહોંચ્યા હતા. અને પોણા ત્રણ કલાકમાં બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં બાળકીની સારવાર ચાલી રહી છે.

૧૦૮ના ઇએમટી શબ્બીરે જણાવ્યું હતું કે, આ કેસ કિરણ હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અને ૩ દિવસની નાની બાળકી હતી. અમે જ્યારે બાળકીને લેવા માટે કિરણ હોસ્પિટલ ગયા ત્યારે ડોક્ટરના જણાવ્યા મુજબ બાળકીને હૃદયની તકલીફ હતી અને સાથે શ્વાસની તકલીફ પણ હતી. અમે જ્યારે બાળકીને લઈને અમદાવાદ જવા નિકળ્યા દરમિયાન બરોડા પહોંચતા બાળકીનું હૃદય બંધ થઈ ગયું હતું અને રડવાનું પણ બંધ થઈ ગયું હતું. ત્યારબાદ સિપિઆર આપવાનું અને સાથે અમ્બ્યુબેગથી ઓક્સિઝન આપવાનું ચાલુ રાખ્યુ હતું. અને આ કન્ડિશનની સુરતના પ્રોગ્રામ મેનેજરને જાણ કરી અને તેમને આગળ વાત કરી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવેથી ગ્રીન કોરિડોરની મદદથી ગોલ્ડન મિનિટોમાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. અને બાળકીનો જીવ બચી ગયો હતો.

Previous articleતક્ષશિલા આર્કેડના આગમાં સળગી ગયેલા ડોમને તોડવાની કામગીરી શરૂ
Next articleજામીન પર છુટેલા દુષ્કર્મીએ અપહરણ કરી ફરી તે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું