બોરોઝ દ્વારા પ્લાસ્ટ ઈન્ડિયા ૨૦૧૮માં પેકેજીંગ સોલ્યુશન્સ રજૂ કરાયા

713
gandhi1622018-5.jpg

બોરોઝ દ્વારા અચરજ ઉભુ કરતા ક્રિએટીવ પ્લાસ્ટિકસ સોલ્યુશન  છહર્ંીન, સહિતના પોર્ટફોલિયોની તા.૭ થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન ગાંધીનગરમાં યોજાયેલા પ્લાસ્ટ ઈન્ડિયા ૨૦૧૮માં રજૂઆત કરવામાં આવી છે. 
બોરોઝ દ્વારા જે વિવિધ પ્રકારનાં સોલ્યુશન્સ રજૂ કરવામાં આવ્યાં છે તેમાં દેશભરમાં તાજો, તંદુરસ્ત આહાર પૂરો પાડે તેવાં એડવાન્સ્ડ પેકેજીંગ સોલ્યુશન્સ ઉપરાંત ખેત બજાર માટે ગ્રીન હાઉસ અને ઈરીગેશન મટિરિયલ્સનું કલેકશન, ઈન્ફ્રા-સ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગો માટે પોલીઈથીલીન અને પોલિ-પ્રોપિલિનની પાઈપ સિસ્ટમ્સ,  ભારતની વિસ્તરતી જતી એનર્જી ગ્રીડઝ માટે પાવર કેબલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. પ્લાસ્ટ ઈન્ડિયાની આ એડિશનમાં બોરોઝ દ્વારા ‘ૈંદ્ગજીઁૈંઇૈંદ્ગય્ ર્‌ંર્સ્ંઇર્ઇંઉ’ નું પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારત માટે તે શું ઓફર કરે છે તે અંગે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. 
બોરોઝ પીટીઈ લિ, ના સીઈઓ વીમ રોલ્સ જણાવે છે કે “બોરોઝ ખાતે અમે વૈશ્વિક પડકારો હલ કરવામાં સહાયરૂપ બને તેવાં અને રોજબરોજના જીવનનો આવશ્યક હિસ્સો બની રહે તેવા ઉપાયો રજૂ કરી રહ્યા  છીએ. આ દ્વારા દુનિયાભરના અમારા ગ્રાહકો અને સમાજ માટે મૂલ્ય ઉભુ કરે તેવાં  સોલ્યુશન રજૂ કરવાની અમને પ્રેરણા મળે છે.” ભારત ગ્લોબલ માર્કેટ માટેનું મહત્વનું ઉત્પાદન હબ છે. દેશમાં સ્થાનિક સ્તરે વપરાશ વધતાં  આ દેશનું પ્લાસ્ટીક સેકટર પણ ઝડપભેર વિકસી રહ્યું છે અને ઔદ્યોગિક અહેવાલો મુજબ તે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૨૦ મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચી જશે.
બોરોઝના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, એશિયા સાઉથ, તારમો રઉડસેપ જણાવે છે કે ”  બોરોઝ માટે ભારતનું પ્લાસ્ટિક માર્કેટ ખૂબ જ મહત્વનું છે. અમે છેલ્લા બે દાયકાથી આ બજારને સર્વિસ પૂરી પાડી રહ્યા છીએ અને અહીંના ગ્રાહકો સાથે અમે અદભુત સંબંધો વિકસાવ્યા છે. પ્લાસ્ટઈન્ડિયા ખાતે અમારી હાજરી અમને અમારા તદ્દન નવાં સોલ્યુશન્સ રજૂ કરવાની તક પૂરી પાડે છે અને અમને ખાત્રી છે કે વિકાસની સાથે સાથે ઝડપ વધારીને કદમ મિલાવી રહ્યા છીએ.

Previous articleરાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે : રૂપાણી
Next articleકોલેજની છાત્રાઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી