એન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-૨ની ઉંડાણને રોકવાની ફરજ પડી છે. હવે સપ્ટેમ્બર સુધી દેશના તમામ લોકોને ઉંડાણ માટે રાહ જોવી પડશે. ચન્દ્રયાન-૨ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જો કે છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો. વૈજ્ઞાનિકે માહિતી આપતા કહ્યુ છે કે એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન ભરવાની કામગીરી દરમિયાન કોઇ તકલીફ થઇ ન હતી. ત્યારબાદ હિલિયમ ભરવાનુ કામ ચાલી રહ્યુ હતુ. અમને ૩૫૦ બાર સુધી હિલિયમ ભરવાની જરૂર હતી. સાથે સાથે આઉટપુટને ૫૦ બાર પર સેટ કરવાની જરૂર હતી. પરંતુ એ વખતે જ ધ્યાનમાં આવ્યુ હતુ કે હિલિયમનુ પ્રેશર ઝડપથી નીચે આવી રહ્યુ હતુ.જે લિકેજ તરફ ઇશારો કરે છે. લિકેજ ક્યાં છે તે મામલે હવે તપાસ કરવામાં આવનાર છે. આગામી લોંચ તારીખ સપ્ટેમ્બરની આસપાસ હોઇ શકે છે. જો સફળ લોંચની પ્રક્રિયા રહી હોત તો એક નવો ઇતિહાસ રચાયો હતો. ચંદ્રયાન-૨નું વચન ૩૨૯૦ કિલોગ્રામ રહેશે. કાર્યક્રમ મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે.
રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન ૨૦ કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે.
બંને મળીને ચંદ્રની સપાટી ઉપર મળનાર ખનીજ અને અન્ય પદાર્થોના ડેટા મોકલશે જેમાં ઇસરો અભ્યાસ કરશે. ૬૦૩ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે. રવિવારે વહેલી પરોઢે ૨.૫૧ વાગે લોન્ચિંગની તૈયારી હતી. જો કે ગણતરીને ૧.૫૫ વાગે રોકી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ લોંચને જોવા માટે શ્રીહરિકોટામાં હતા. લોંચથી આશરે એક કલાક પહેલા લોન્ચ વ્હીકલ સિસ્ટમમાં એક ટેકનિકલ ખામી સર્જાઇ ગઇ હતી. જેથી લોંચ કાર્યક્રમને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોન્ચિંગ વિન્ડોની અંદર લોંચ કરવાની બાબત યોગ્ય દેખાતી નથી. ૨૨મી જૂનના દિવસે ગ્રાઉન્ડ ટેસ્ટ દરમિયાન ઓક્સિજન ટેન્કમાં પણ લીકેજની પરેશાની આવી હતી. અલબત્ત આને સુધારી લેવામાં સફળતા મળી હતી. ઇસરોએ પહેલાથી નક્કી કરવામાં આવેલી ૧૫મી જુલાઈની લોન્ચિંગ તારીખ યથાવત રાખવામાં આવી હતી. એક અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું છે કે, ઇસરો ટુંક સમયમાં જ વાપસી કરશે. આગામી લોંચ તારીખ સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવશે. સોમવારના દિવસે વહેલી પરોઢે ૫૦૦૦થી વધારે લોકો શ્રીહરિકોટામાં લાઈવ લોન્ચિંગ જોવા માટે એકત્રિત થયા હતા. વીઆઈપી ગેલેરીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મિશન રોકી દેવાયું છે તેવી માહિતી મળતા તમામને નિરાશા હાથ લાગી હતી. ૯૭૮ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ પ્રોજેક્ટમાં જીએસએલવી-એમકે-૩નો ઉપયોગ કરાયો છે.