ગાંધીનગરના સેકટર-૨ ખાતે આવેલી લીપ ઇન્ટરનેશનલ સ્કુલનો વાર્ષિક ઉત્સવનું આયોજન શિવરાત્રી પર્વના દિવસે ગાંધીનગર ટાઉન હોલ, સેકટર-૧૭ ખાતે કરવામાં આવ્યું હતું.
આ વાર્ષિક ઉત્સવમાં શાળાના બાળકોમાં દેશ ભાવના ઉજાગર થાય અને મહામૂલી આઝાદી દેશને કેવી રીતે પ્રાપ્ત થઇ છે તે અંગેની માહિતી આપતી થીમ પર સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. શાળાના પ્લે ગૃપ થી ધોરણ-૩ સુધીના બાળકો દ્વારા વિવિધ દેશ ભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કરવામા આવ્યા હતા. જયારે નાના ભુલકાઓએ દેશ માટે શહીદ થયેલા શહીદોની વેશભૂષા ધારણ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મીનુ સીસોદિયા અને તેમના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
નાના ભુલકાઓની કલા જોઇને વાલીઓ પણ મંત્ર મુગ્ઘ બની ગયા હતા.