વાંચે ગુજરાત ઉબકા આવતી ગંદકીમાં સપડાયું : મધ્યસ્થ લાયબ્રેરીની માઠી દશા

805
gandhi1622018-8.jpg

ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર જયાં એજ્યુકેશનક્ષેત્રે વિદ્યાર્થીઓએ જબરજસ્ત નામ કાઢયું છે, પાટનગર અને સંસ્કારી નગરીમાં ભણેલો વર્ગ મોટો હોવા છતાં અનેક સમસ્યાઓથી પાટનગર આજે ઘેરાયેલું છે, તમામ ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ અહીંયા રહેતા હોવા છતાં અનેક પ્રશ્નો વર્ષોના વર્ષથી આજે પણ ત્યાંને ત્યાં જ છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ ભણવામાં કુશળ હોવા છતાં ગુજરાતના પાટનગરમાં તેમના માટે અપુરતી સગવડોનો અભાવ પણ જોવાઈ રહૃાો છે ત્યારે વર્ષોથી ફકતને ફકત ર લાયબ્રેરી છે આથી આ લાયબ્રેરી પણ વિદ્યાર્થીઓની સંખ્યા અને ધસારો જોતાં તે પણ અપુરતી જણાઈ રહી છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ બાબતે ભારે તનાવ જોવા મળી રહૃાો છે.જેથી વિદ્યાભ્યાસ માટે વિદ્યાર્થીઓની તકલીફો વધવા માંડી છે .પ્રત્યેક દિવસે સવારથી જ લાયબ્રેરીના દરવાજા ખુલ્લે કે જગ્યા માટે વિદ્યાર્થીઓના ટોળેટોળા ધકકામુકકી કરતાં અંદર ઘુસતાં જોવા મળે છે અને પોતાની મનગમતી જગ્યાએ બેસવા માટે એકબીજા સાથે ભારે હુંતાસુતી કરતાં જેાવા મળે છે. આજે ભાજપના નગરસેવક નાઝાભાઈ ઘાંઘર  રૂબરૂ સેકટર-૧૭ ખાતે આવેલી લાયબ્રેરીની મુલાકાતે આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તથા લાયબ્રેરી બાબતે ઉચ્ચ અધિકારી પંકજ ગોસ્વામી સાથે પૃચ્છા કરી હતી અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સગવડો મળી રહે તે માટે લાયબ્રેરીના ઉપરના બે માળની તપાસ કરતાં તે ખાલી હોવાનું અને બિનઉપયોગી હોવાનું જણાઈ આવતાં જો આ જગ્યાનો ઉપયોગ વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવે તો વાંચન અને અભ્યાસ માટે વધુ સારી સગવડો તેમને મળી શકે તેમ હોવાથી તેમને મદદરૂપ થવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી જરૂરી તમામ સગવડો ઉભી કરાશે તેવી બાંહેધરી આપી હતી. 
નાઝાભાઈ ઘાંઘરે વિદ્યાર્થીઓને ગુટકા, મસાલા, સીગારેટ જેવા વ્યસનોથી દૂર રહેવા અને સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવા કચરો કચરા પેટીમાં નાંખવો તથા ગંદકી થાય તેવા પ્રયત્નો ન કરવા અને લાયબ્રેરીની આજુબાજુમાં ઘોંઘાટીયા વાહનો તથા નકામો કોલાહોલ ન કરવો તેમજ સરકારી સગવડોનો દુરૂપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ટ્રાફીક જામ ન થાય તેમજ આડેધડ અને રોડ-રસ્તા ઉપર વાહનો પાર્ક ન કરવા અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતની ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું અને બીજા લોકો વિદ્યાર્થીઓના વર્તનમાંથી પ્રેરણા લે તે રીતેનો વ્યવહાર કરવો. અભ્યાસ તેમજ રીડીંગ કરતાં વિદ્યાર્થીઓને વધુ સારી સવલતો પ્રાપ્ત કરી શકાય તે માટે હંમેશા તેઓ પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું. 

Previous articleલીપ ઇન્ટરનેશનલ સ્કુલનો વાર્ષિક ઉત્સવ ટાઉનહોલ ખાતે યોજાયો
Next articleપોસ્ટ કચેરીમાં ચલણ ભરવામાં હાલાકી : વિદ્યાર્થીઓમાં રોષ