ઈન્ડોનેશિયા ઓપન : સિંધુ અને શ્રીકાંત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

518

ભારતીય બેડમિન્ટ ખેસાડીઓ પીવી સિંધુ અને કિબાંદી શ્રીકાંતે બુધવારે અહીં બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર સુપર ૧૦૦ ટૂર્નામેન્ટ ઈન્ડોનેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં વિપરીત અંદાજમાં જીત મેળવી હતી. બીડબ્લ્યૂના વ્યક્ત કાર્યક્રમથી એક મહિનાના બ્રેક બાદ ઉતરેલા સિંધુ અને શ્રીકાંતે ક્રમશઃ મહિલા અને પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં જાપાનના ખેલાડીઓ અયા ઓહોરી અને કેંતા નિશિમોતોને હરાવ્યા હતા. સિઝનનું પ્રથમ ટાઇટલ જીતવા માટે પ્રયત્ન કરી રહેલી પાંચમી વરીયતા સિંધુએ ઓહોરોની ૧૧-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૫થી હરાવી જ્યારે આ વર્ષે ઈન્ડિયા ઓપનના ફાઇનલમાં પહોંચનાર આઠમી વરીયતા શ્રીકાંતે નિશિમોતોને માત્ર ૩૮ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૩થી પરાજય આપ્યો હતો. ઓહોરી વિરુદ્ધ સિંધુની આ સતત સાતમી જીત છે જ્યારે શ્રીકાંતે નિશિમોતો વિરુદ્ધ પાંચમી જીત મેળવી હતી. નિશિમોતોએ છ મુકાબલામાં માત્ર એકવાર શ્રીકાંનતે હરાવ્યો છે. વિશ્વની પાંચમાં નંબરની ખેલાડી સિંધુ બીજા રાઉન્ડમાં ડેનમાર્કની મિયા બ્લિકફેલ્ટ અને હોંગકોંગની યિપ પુઈ યિન વચ્ચે રમાનારા મુકાબલાની વિજેતા સામે ટકરાશે. વિશ્વમાં નવમાં નંબરના ખેલાડી શ્રીકાંતનો સામનો બીજા રાઉન્ડમાં ફ્રાન્સના બ્રાઇસ લેવરડેજ અને હોંગકોંગના એનજી કા લોંગ એંગસ વચ્ચે રમાનારી મેચના વિજેતા સામે થશે. બી સાઈ પ્રણીત હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટ વિરુદ્ધ ૧૫-૨૧ ૨૧-૧૩ ૧૦-૨૧ની હાર સાથે સ્પર્ધામાંથઈ બહાર થઈ ગયો હતો.

Previous articleઋષભ પંતને તૈયાર કરી ધોની ક્રિકેટને અલવિદા કહેશે..!!
Next articleટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૦નો શિડ્યુલ જાહેર, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતની પ્રથમ મેચ