ગ રોડ પર અન્ય કારની ટક્કર વાગતાં કાર પલટી ગઈ : સદ્દનસીબે જાનહાનિ ટળી

517

ગાંધીનગરમાં ગ રોડ પર મંગળવારે અકસ્માતમાં કાર પલટી ગઈ હતી. જોકે, સદનશીબે કોઈ જાનહાની કે કાર ચાલકેને મોટી ઈજા પણ નહોતી પહોંચી.

મળેલી માહિતી પ્રમાણે સાંજના સુમારે અમદાવાદ પાસિંગની કારના ચાલકે અન્ય કાર સાથે ટક્કર બાદ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી ગઈ હતી.

ગંભીર લાગતા ચાલકેને કોઈ મોટી ઈજા પહોંચી ન હતી અને અકસ્માત અંગે મોડી સાંજે સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી નથી.

Previous articleગાંધીનગરની સ્કૂલો સામે વધુ ફી વસુલવાની ૨૧ ફરિયાદો
Next articleઢોરપકડ પાર્ટીને હવે એસઆરપી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો