રાણપુર પંથકમાં અનેક જગ્યાએ ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી

409

બોટાદ જીલ્લાના રાણપુર લિંબડી રોડ ઉપર કરમડના પાટીયા પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે સૌ પ્રથમવાર ગુરૂપુર્ણિમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ ગુરૂપુર્ણિમાં ઉત્સવમાં ગુરૂ પુજન,ગુરૂ વંદના,ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્રારા વિવિધ પ્રકારના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો,વિધ્વાન સંતોના પ્રવચનો તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ ગુરૂપુર્ણિમાં ઉત્સવમાં સુરત,અમદાવાદ,બોટાદ સહીત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.જ્યારે ચુડા તાલુકા પ્રમખ તથા ૨૧ ગામોના આગેવાનો હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી.આ ઉત્સવ પ્રસંગે પરમ પુજ્ય ગુરૂવર્ય જોગી સ્વામીનું વિશેષ પુજન કરવામાં આવ્યુ તથા પરમ પુજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીએ તમામ ભક્તોને આશિર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમના અંતે હજારોની સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.જ્યારે શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ દ્રારા આજુબાજુના રહેતા ગરીબ પરીવાર માટે પણ મહાપ્રસાદ મોકલવામાં આવ્યો હતો.સાથે રાણપુરમાં આવેલ બાલાજી મંદીર ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો વર્ષોથી સાથે મળી ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવે છે.બાલાજી મંદીર ખાતે  ઉજવાતો ગુરૂપુર્ણિમાં ઉત્સવમાં મુસ્લિમ સમાજ અને મોલેસલામ ગરાસીયા દરબાર સમાજ સહભાગી બની કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. હિન્દુ સમાજના લોકો અને મુસ્લિમ સમાજના લોકો સાથે બેસી મહાપ્રસાદ લે છે.જ્યારે રાણપુરના ગીરનારી આશ્રમ, નારેચણીયાની   રામજીમંદીર સહીત રાણપુર તાલુકામાં ભારે ઉત્સાહ સાથે ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરી ગુરૂના આશિર્વાદ મેળવ્યા હતા.

Previous articleતુલસીશ્યામમાં ગુરૂપૂર્ણિમા પર્વની ભાવભેર ઉજવણી, ભાવિકોની બહોળી ઉપસ્થિતી
Next article૭૦૦થી વધારે ખાગોળ પ્રેમીઓએ ટેલીસ્કોપ દ્વારા નિહાળ્યું વર્ષનું સૌથી મોટું ખંડગ્રોસ ચંદ્રગ્રહણ