દબંગ-૩ સાથે તેના કોઇ પણ લેવાદેવા જ નથી : મલાઇકા

774

સલમાન ખાનની સુપરહિટ સિરિઝ દબંગ ફિલ્મના પ્રથમ પાર્ટમાં મલાઇકા અરોરા ખાને તેના આઇટમ સોંગ મુન્ની બદનામ હુઇ મારફતે દેશમાં ભારે ધુમ મચાવી હતી. ત્યારબાદ મલાઇકા દ્વારા પતિ અરબાજ ખાન સાથે મળીને બીજા ભાગનુ પણ નિર્માણ કર્યુ હતુ. જો કે તેમાં મલાઇકાએ આઇટમ સોંગ કર્યુ ન હતુ. આ ફિલ્મમાં કરીના કપુરને આઇટમ સોંગ માટે લેવામાં આવી હતી.

જો કે પ્રથમ બે ફિલ્મ બાદ મલાઇકા અરોરા ખાનના સંબંધ પતિ અરબાજ ખાન સાથે તુટી ગયા છે.

અરબાજ સાથે તલાક થઇ ગયા બાદ હવે દબંગ-૩ ફિલ્મમાં  હવે મલાઇકા નજરે પડનાર નથી.હવે સલમાન ખાન અને સોનાક્ષી સિંહા અભિનિત દબંગ સિરિઝની ત્રીજી ફિલ્મ બની રહી છે. જેનુ નિર્દેશન પ્રભુ દેવા કરી રહ્યા છે. હાલમાં મલાઇકા અરોરા ખાને એક પ્રશ્નના જવાબમાં કહ્યુ હતુ કે તેઓ દબંગ-૩ ફિલ્મનુ નિર્માણ કરી રહી નથી. તેનુ કહેવુ છે કે દબંગ-૩ ફિલ્મ સાથે તેના હવે કોઇ લેવાદેવા નથી. આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો ખુબ આગળ વધી ગયા છે.

તે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને ઓલ ધ બેસ્ટ જ કરી શકે છે. જો કે મલાઇકા હજુ સુધી પ્રોડક્શનથી અલગ થઇ નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની કંપનીમાં કેટલીક સારી ફિલ્મો બનાવવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે એક શોર્ટ ફિલ્મનુ નિર્માણ કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે કેટલાક સારા આઇડિયા આવી રહ્યા છે. તે તમામ આઇડિયાને આગળ લઇ જવા માટે પ્રયાસ કરી રહી છે. જો કે આમાં હજુ સમય લાગી શકે છે. તેનુ કહેવુ છે કે તે હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. કોઇ સમય બોલિવુડમાં મલાઇકા  અરોરાની બોલિવુડમાં સૌથી વધારે માંગ આઇટમ સોંગમાં રહેતી હતી. જો કે હાલમાં તે ઓછી સક્રિય છે.

Previous articleમાહીએ ટી-૨૦ ફોર્મેટમાં રમવુ જોઈએ : કેશવ બેનર્જી
Next articleસેક્સી ફોટા મારફતે મંદાના કરીમીએ ફરી ચર્ચા જગાવી