સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કુલમાં ગુરૂપૂર્ણિમા દિન ઉજવાયો

456

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે તા.૧૬ ને મંગળવારના રોજ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.૧ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂનો મહિમા દર્શાવતું નાટક, વક્તવ્ય, ગીત જેવી અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક તેમજ સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી ખુબ જ સુંદર રીતે કરવામાં આવી હતી.

Previous articleએમ.જે.કોલેજમાં વેલકમ ફંક્શન
Next articleરાજુલામાં બીજી વખત વીજ કંપનીએ સમારકામ કર્યું