સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફની પડતર માંગણીના ઉકેલ અંગે ચાલતા આંદોલનના ભાગરૂપે ભાવનગરની સર.ટી.હોસ્પીટલ ખાતે નર્સીંગ સ્ટાફ દ્વારા રેલી અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
સર.ટી.હોસ્પીટલ ખાતે એક્ઠો થયેલ નર્સીંગ સ્ટાફ હોસ્પીટલ કમ્પાઉન્ડમાં રેલી સ્વરૂપે ફર્યો હતો. રેલી બાદ નર્સીંગ સ્ટાફ દ્વારા સુત્રોચ્ચાર કરીને સરકારની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. નર્સીંગ સ્ટાફની છ જેટલી પડતર માંગણીઓ અને પ્રશ્નો અંગે છેલ્લા છ મહિનાથી આંદોલન ચાલે છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ નિર્ણય કરવામાં ન આવતા રેલી અને સુત્રોચ્ચાર કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.