ઉમણીયાવદર નવનાળા પાસેથી ચોરાઉ બાઇક સાથે ૧ ઝડપાયો

567

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા ગ્રામ્ય વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જીવણભાઇ આહિર  તથા નરેશભાઇ બારૈયા ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા ઉમણીયાવદર પાસે આવેલ નવા પુલ પાસે એક ઇસમ સીલ્વર કલરનું સ્પ્લેન્ડર મો.સા. સાથે એક ઇસમ ઉભેલ છે. અને તે ચોરી કરેલાનું જણાય છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા શ્રવણનાથ પ્રવિણનાથ મવકણા ઉવ.૨૦ રહે. ડુંડાસ ચોકડી તા.મહુવાવાળો હોવાનું જણાવતા તેને  પકડી તેના કબ્જામાં એક સીલ્વર કલરનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર  મો.સા. મળી આવતા જેના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા અને વાહન બાબતે કોઇ સંતોષ થાય તેવો ખુલાસો કરેલ નહી જેથી મળી આવેલ વાહન કિ.રૂ.૩૫૦૦૦/-ગણી  શકપડતી મિલકત અગર ચોરી કરી છળ કપટથી મેળવેલાનું જણાતું હોય  તપાસના કામે કબ્જે કરેલ અને આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.  ઇસમની પુછ પરછ કરતા સદરહું મો.સા. ગઇ કાલે રીલાયન્સ પંપ હેવન કોમ્પ્લેક્ષ રોડ મહુવા ઉપરથી સદરહું મો.સા ચોરી કરી લાવેલ છે.

Previous articleસર.ટી.હોસ્પિ. નર્સીંગ સ્ટાફનાં ચાલતા આંદોલનમાં રેલી, સુત્રોચ્ચાર કરાયા
Next articleચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લેતી ભાવનગર એલસીબી