ખુબસુરત અભિનેત્રી મૌની  રાજકુમારની સાથે ચમકશે

560

ખુબસુરત મૌની રોય અને રાજકુમાર રાવ અભિનિતિ ફિલ્મ મેડ ઇન ચાઇનાનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મમાં ખુબસુરત મૌની રોય અને રાજકુમારની જોડીને જોવા માટે ચાહકો ઉત્સુક છે.  મૌની રોયને એક પછી એક સારી ફિલ્મો હાથ લાગી રહી છે. હાલમાં મૌની રોય મેડ ઇન ચાઇનામાં કામ કરી ચુકી છે. ફિલ્મનુ શુટિંગ ચીનમાં કરવામાં આવ્યુ હતુ. ચીનમાં હિન્દી મિડિયમ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ દિનેશ વિજને ટુંક સમયમાં જ ગુજરાતી દંપત્તિ પર આધારિત કોમેડી ફિલ્મ મેઇડ ઇન ચાઇના બનાવવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે ફિલ્મનુશુટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યુ હતુ. ચીન ઉપરાંત ગુજરાતમા પણ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવ્યુ હતુ.  રાજકુમાર રાવ ફિલ્મમાં સ્ટ્રગલિંગ બિઝનેસમેનની ભૂમિકામાં નજરે પડનાર છે. જ્યારે મુંબઇની યુવતિ તરીકેની ભૂમિકા મૌની રોય અદા કરનાર છે. જે અમદાવાદમાં રહેવા માટે જતી રહે છે. તે એક સામાન્ય હાઉસવાઇફની ભૂમિકામાં નજરે પડનાર છે. જે નિમ્ન મધ્યમવર્ગીય વિસ્તારમાં રહે છે. તે પતિને ચીનમાં બિઝનેસ કરવા માટે સારી તક મળે તે માટે પ્રેરિત કરતી રહે છે. રાજકુમાર રાવ માને છે કે ફિલ્મને સફળતા ચોક્કસપણે મળનાર છે. સુત્રોએ કહ્યુ છે કે એક કપલની આ શાનદાર યાત્રા રહેનાર છે. ગુજરાતી મિખિલ મુસલ ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. રાજકુમાર રાવ દિનેશ વિજનની ફિલ્મ સ્ત્રી બાદ બીજી વખત કામ કરી રહ્યો છે.  દિનેશ કહે છે કે અમને ફિલ્મ માટે મૌની જેવી અભિનેત્રીની જરૂર હતી. જે સેન્સેટિવ પણ છે. તેની સાથે લોકો સીધી રીતે કનેક્ટ થઇ શકે છે. મૌની સારી ડાન્સર પણ છે.

Previous article૩૦,૮૦૦ની નકલી નોટો સાથે ગારિયાધારનો ઇસમ ઝડપાયો
Next articleટાઇગર અને દિશા પટની ડેટ પર ખુબ કુલ નજરે પડ્યા છે