પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સિહોર શહેર યુવા મોરચા દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો હતો.
આ અભિયાન માં ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય અને ભાવનગર જિલ્લા પ્રભારી સ્મિતભાઈ દરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ખાસ ટી સ્ટોલ, પાન ના ગલ્લાઓ,હીરા ના કારખાનાઓ સહિત ની જગ્યાઓ પર સદસ્યો બનાવાયા હતા.
આ કાર્યક્રમ મા સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી પરેશભાઈ જાદવ, સિહોર શહેર સંગઠન પર્વ ના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ડોડીયા સિહોર શહેર યુવા મોરચા ના પ્રમુખ કરણસિંહ પરમાર મહામંત્રી પાર્થભાઈ વ્યાસ તેમજ જિલ્લા કન્વીનર કિશનસિંહ સોલંકી, સિહોર શહેર યુવા મોરચા ના ધ્રુવ ભાઈ ભટ્ટ,રૂપેશભાઈ રોજીયા, ચિંતનભાઈ સંઘવી, ચિરાગભાઈ મલુકા સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.