રાજપૂત બિઝનેસ એક્સ્પો – ૨૦૧૮ને મુખ્યમંત્રીએ ખૂલ્લો મુક્યો

602
gandhi1722018-4.jpg

અમદાવાદ ખાતે રાજપૂત બિઝનેશ એકસ્પોને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ ગણાવતા કહ્યું છે કે, ટેક્નોલોજીનાં વિનિયોગ થી વેપાર – ઉદ્યોગ બિઝનેસનાં વ્યાપ દ્વારા વિશ્વ સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા ગુજરાતીઓમાં પડેલી છે. 
રાજપૂત સમાજનાં સાહસ, શૌર્યની પ્રશંસા કરતાં કહ્યું કે, આ સમાજે સમયાનુંકુલ પરિવર્તન પારખીને ઉદ્યોગ સાહસિકતા અને બિઝનેસ ક્ષેત્રે જે પ્રયાણ કર્યું છે તે રાજ્યની વિકાસયાત્રાને નવું બળ અને નયા ભારતનાં નિર્માણમાં મહત્વનું બની રહેશે. 
વેપાર વિશ્વસનિયતા પર થાય છે. રાજપૂત સમાજ પોતાની વિશ્વસનિયતા માટે વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે પોતાની આ વિશ્વસનિયતાનો ઉપયોગ પોતાના વેપાર-ધંધાનાં વિકાસ માટે પણ કરે તેવો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. 
દેશને એક અને અખંડિત રાખવા માટે સરદાર સાહેબની એર હાકલને માન આપી પોતાના રજવાડા ક્ષણનોય વિલંબ કર્યા વગર દેશને ચરણે ધરી દીધા હતા તેવો રાજપૂત સમાજ ત્યાગ, બલિદાન અને શૌર્યની અનન્ય મૂર્તિ સમાન છે. 
 આવનારો સમય બિઝનેસ-ઈકોનોમીનો રહેવાનો છે. જે તે દેશનું મૂલ્ય આર્થિક વિકાસને આધારે અંકાવાનું છે ત્યારે રાજપૂત સમાજ સાથે અન્ય સમાજ પણ સમયાનુકુલ પગલા ઉઠાવી આગળ વધે તે સમયની માંગ છે.
રાજપૂત સમાજે સમયને પારખી બહેનો માટે પણ રાજપૂતાણી સ્ટોલ ઉભો કર્યો છે તેની મુખ્યમંત્રીએ સરાહના કરી જણાવ્યું હતુ કે, વાઈબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલા દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બની રહ્યું છે. રાજપૂત સમાજની મહિલા શક્તિ પણ વેપાર- વાણિજ્ય ક્ષેત્રે આગળ વધી જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને.મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પેવેલીયન, ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી પેવેલીયન, રાજપૂતાણી પેવેલીયનની મુલાકાત લઈ રાજપૂત ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. બિઝનેસ એક્સ્પોની ડિરેક્ટરીનું પણ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વિમોચન કર્યું હતું.
કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે ત્યારે અત્યારે યોજાયેલો આ એક્સ્પો સમયસરનો છે. રાજ્યમાં  એક ઉદ્યોગ આવવા સાથે તેની સાથે સંકળાયેલ આનુષાંગિક ઉદ્યોગોપણ આવતા હોય છે જેથી  રાજ્યમાં રોજગારીની પણ વ્યાપક તકો ઉપલબ્ધ થાય છે. રાજપૂત સમાજની ગળથૂથીમાં સત્તા – વ્યવસ્થા ચલાવવાની કોઠાસૂઝ છે ત્યારે રાજપૂત સમાજ ઉદ્યોગ – ધંધા ક્ષેત્રે પણ વિકાસ કરી શકવાં સક્ષમ છે તે બાબત નિર્વિવાદ છે. આ એક્સ્પો થી સમાજને એક પ્લેટફોર્મ મળશે તેમ જણાવી તેમણે કહ્યું કે, રાજપૂત સમાજ અન્ય સમાજને સાચવવાની પરંપરા ધરાવે છે. તેનો લાભ અન્ય સમાજને પણ મળશે. 
ત્રીજા રાજપૂત બિઝનેસ એક્સપોનાં અધ્યક્ષ કિશોરસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, આ એક્સપો દ્વારા એકબીજા સમાજ સાથે જોડાઈ રાજપૂત સમાજનો વિકાસ કરવો છે. સમાજનાં યુવાનો ને દિશા આપવા માટે આ એક્સ્પો ઉપર્યુંક્ત બનશે જેથી જેની પાસે છે અને જેની પાસે નથી તેનું અંતર આપોઆપ ઘટી જશે.

Previous articleદહેગામમાં કાર ચાલક મહિલાએ સાતને ઉડાડ્‌યા
Next articleરાજુલામાં ન.પા. ચૂંટણી પુર્વે ભાજપનો ડોર-ટુ-ડોર પ્રચાર