અમદાવાદ ઓટો ડ્રાઈવર એસોસિએશ દ્વારા ઓલા-ઉબેર જેવી પ્રાઈવેટ કેબ સર્વિસને ટક્કર આપવા માટે ‘અમદાવાદ સિટી કેબ્સ’ સર્વિસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેને અમદાવાદ આરટીઓ દ્વારા મંજૂરી પણ મળી ચૂકી છે. આ ટેક્સી સર્વિસમાં રિક્ષા કરતા ભાડૂં બેથી ત્રણ રૂપિયા જ વધારે હશે,અને ઓલા-ઉબેર કરતા પણ સસ્તા દરે મુસાફરી કરી શકાશે.અમદાવાદ ઓટો ડ્રાઈવર એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવેલી અમદાવાદ કેબ્સ સર્વિસ માટે એપથી બુકિંગ કરી શકાશે. ટેક્સી પર રેડ સિગ્નલ બતાવે તો સમજવાનું કે ટેક્સીમાં કોઈ પેસેન્જર છે. જ્યારે ગ્રીન સિગ્નલ દેખાય તો ટેક્સી તમારા માટે અવાઈલેબલ હશે. અમદાવાદમાં એક ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે, ટેક્સીનું ૧ કિલોમીટરનું ભાડું ૨૦ રૂપિયા છે, જે રિક્ષાથી બેથી ત્રણ રૂપિયા જેટલું વધારે છે. ગાડીમાં એસી હોવાથી ભાડામાં તફાવત રાખવામાં આવ્યો છે. આમ રિક્ષા અને ટેક્સીમાં કોઈ વધારે તફાવત નથી.
અત્યાર સુધી પ્રાઈવેટ કેબ્સ સર્વિસના કારણે ઓટો ડ્રાઈવરને ફાયદો થતો નહોતો. ઓલા-ઉબેર સહિતની કેબની મોંઘી સર્વિસ કરતા સસ્તી સર્વિસ કેબ્સ સર્વિસ આપશે.