તાલુકાના કંમઠાડીયા ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. નવી નક્કોર નંબર વગરની સ્કોર્પિયો કારમાં પોલીસને જોઈ જતાં તેમાં સવાર બે વ્યક્તિ ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. પોલીસે ગાડીને કબ્જે કરીને રૂપિયા ૧.૬૮ લાખના દારૂના જથ્થો મળી રૂ. ૯.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભિલોડા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ભિલોડા પીએસઆઇ એસ.એચ.પરમાર અને ટીમ શુક્રવારે નાઈટ પેટ્રોલિંગમાં સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂ અને બુટલેગરોના મોબાઈલ નંગ-૩ પણ કબ્જે લીધા હતા. જોકે વાહન અને મોબાઈલ સહિત બધુ મૂકીને બૂટલેગરો ફરાર થઈ જતાં ભિલોડા પોલીસ જોતી રહી ગઈ હતી. બુટલેગરો નાસી છૂટતા પોલીસની પ્રોહિબિશનની કામગીરી અંગે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા હતા.
ભિલોડા પોલીસે કમઠાડીયા ગામની સીમમાં રોડ નજીક બિનવારસી હાલતમાં પડેલી નવી સ્કોર્પિયોમાં તલાસી લેતા કારમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૬૦ બોટલ કિંમત રૂ.૧૬૮૦૦૦, ગાડીમાંથી મળી આવેલા મોબાઈલ નંગ-૩ કિંમત રૂ.૧૫૦૦ અને સ્કોર્પિયો ગાડી કિંમત રૂ.૮૦૦૦૦૦/- મળી કુલ રૂ. ૯૫૯૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર અને પોલીસને થાપ આપી રફુચક્કર થનાર બે અજાણ્યા બૂટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.