બેંક ઓફ બરોડાનાં સ્થાપનાદિને વડલી પ્રા.શાળામાં કિટ વિતરણ

504

બેન્ક ઓફ બરોડા જે સયાજીરાવ ગાયકવાડ હસ્તે ૧૯૦૮ ના ૧૧૨ માં સ્થાપના દિને રાજુલાના વડીલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ કીટનું વિતરણ કરવામાં આવ્યું . બેન્ક મેનેજર સહિત શાળાના શિક્ષક સ્ટાફ સહિતની ઉપસ્થિતિ રહી હતી.

રાજુલામાં બેંક ઓફ બરોડાના ૧૧૨ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર રાજુલાના વડલી ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને સ્કુલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય બાબત છે કે, આ બેંકની સ્થાપના વડોેદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ૧૯૦૮માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બ્રાંચ મેનેજર સુશીલકુમાર ઓફિસર પરેશકુમાર, શોએબ શેખ અને કેશિયર કિશન ગૌસ્વામી તેમજ પ્રવિણભાઇ તેમજ શાળાના પ્રિન્સિપાલ વિરાણી સાહેબ તથા સ્કુલના સ્ટાફ મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous articleઘોઘાના વાવડી ગામે પ્રમુખ સંજયસિંહ ગોહિલની હાજરીમાં ખેડુત શિબિર યોજાઈ
Next articleવરૂણદેવને રિઝવવા વડેરા ગ્રામજનો દ્વારા સરકેશ્વર શિવજીને જળાભિષેક કરાયો