SSG ફિઝિયોથેરાપી કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને વાઇવામાં બેહુદા પ્રશ્નો પૂછીને હેરેસમેન્ટ કરનાર એનાટોમી વિભાગના પ્રોફેસર એસ.કે.નાગર પાસેથી પરીક્ષા લક્ષી કામગીરી લઇ લેવામાં આવી છે. અને તેમની જામગનર ખાતે બદલી કરાઇ હતી. આ ઉપરાંત વુમન્સ ગ્રીવન્સ સેલને સમ્રગ પ્રકરણની તપાસ પણ સોંપવામાં આવી છે.ફિઝિયોથેરાપી કોલેજના પહેલાં વર્ષના વિદ્યાર્થીઓના વાઇવા ૧૬ જુલાઇ અને ૧૭ જુલાઇએ લેવાયા હતા. આ વાઇવામાં એનાટોમી વિભાગના સિનિયર પ્રાધ્યાપક એસ.કે.નાગરને નિયુક્ત કરાયા હતા. વાઇવામાં વિદ્યાર્થીને બેહુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તારો કોઇ બોયફ્રેન્ડ છે, મારી બોડી જેવો ચાલે ? જેવા પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીનીઓએ ફરીયાદ કરી હતી. તેમજ આક્ષેપો કર્યાં હતા કે, છોકરાઓના વાઇવા ૫ મિનિટ અને છોકરીઓમા વાઇવા ૩૦ મિનિટ લેતા હતા. આ ઉપરાંત અધ્યાપકે વાયવા પૂરા થયા પછી વિદ્યાર્થીનીઓને જણાવ્યું હતું કે, એક્સટર્નલ પરીક્ષામાં પણ હું જ આવવાનો છું. જેના પગલે વિદ્યાર્થીનીઓમાં ડર વ્યાપી ગયો હતો.
Home Gujarat Gandhinagar વિદ્યાર્થિનીઓની સતામણીના કેસમાં પ્રોફેસર ડો. નાગરની જામનગર કોલેજમાં બદલી કરાઇ