અમરેલીમાં ધોધમાર વરસાદથી નદીમાં ઘોડાપૂર, જૂનાગઢમાં બે ઇંચ

467

અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ પડ્‌યો હતો. વહેલી સવારે વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. અમરેલીના લાઠી, સાંવરકુંડલા, દામનગર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ પડ્‌યો છે. વરસાદથી ગામડાઓની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ સિવાય બાબરામાં પણ ભારે વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે. જસદણ પંથકમાં આટકોટમાં સવારે એક ઇંચ જેટલો વરસાદ પડ્‌યો છે. અમરેલીના ધારી તાલુકાના વાવડી (રામવાળાની) ગામે ભારે વરસાદથી નદી બેકાંઠે થઇ છે. નદીમાં ઘોડાપૂર આવાતા રસ્તાઓ બંધ થયા છે. બાબગાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી નદીઓ બેકાંઠે બની છે. સમઢીયાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે.

Previous article૩ થી ૬ વર્ષના બાળકોને પ્રી-સ્કૂલથી જ RTI હેઠળ પ્રવેશ આપવા હાઇકોર્ટમાં અપીલ
Next articleસમગ્ર ગુજરાતમાં મેઘ મહેર : ભારે પવન સાથે વરસાદ