સોનગઢની ગુરૂકુળ વિવિધલક્ષી હાઈ.માં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

427

ગુરૂકુળ વિવિધલક્ષી હાઈસ્કુલ સોનગઢના એનએસએસ યુનિટ અને મા ફાઉન્ડેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો. મા ફાઉન્ડેશનના કાર્યકર્તા કર્મચારીઓનું એનએસએસ યુનિયના પ્રોગ્રામ ઓફિસર પીઠાભાઈએ સ્વાગત કર્યુ હતું. વિદ્યાર્થીઓની મુંજવણનું સમાધાન પ્રશ્નોત્તરી અને પરીક્ષા દ્વારા તેમની રસ અને રૂચિ જાણી ભવિષ્યમાં કયું ક્ષેત્ર પસંદ કરવું? અને તેમાં રોજગારીની કેવી તકો છે ? જેની સુંદર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન ડી.બી.શુકલ ગુરૂજીએ કરેલ. જયારે શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભકામના પાઠવી મા ફાઉન્ડેશન પ્રત્યે આભાર વ્યકત કરેલ.

Previous articleદામનગરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleભાવનગરનુ ગૌરવ વધારતા ડાન્સ ટેમ્પલ એકેડમીના બાળ કલાકારો