ભાવનગર શહેરના શેલારશા ચોક પાસે આવેલ સંધેડીયા બજારમાં ત્રણ માળના મકાનનું છજુ તૂટી પડતાં નીચે પાર્ક કરેલ એક મોટરસાયકલ તથા લારીને નુકસાન થયું હતું.
શહેરના શેલારશા ચોક નજીક આવેલ સંધેડીયા બજારમાં ત્રણ માળના મકાનના છજાના ભાગ તુટીપ ડતા નીચે પાર્ક કરેલ એક મોટર સાયકલ તથા લારીનું નેકસાન થયું હતું. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ તથા વીજકંપનીનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ વિભાગના ઘનશ્યામસિંહ વાળાએ માહિતી આપી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.