ચંદ્રયાન-૨નું સફળ લોંચિંગ

425

ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગની સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. લોન્ચિંગ બાદ હવે આને ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના સૌથી મોટા મિશનની શરૂઆત થઇ ચુકી છે. ચંદ્રયાન-૨ શ્રીહરિકોટાના લોંચ સ્થળથી ચંદ્ર સુધીની ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરની યાત્રા ઉપર નિકળી ગયા બાદ ભારતની સાથે સાથે વિશ્વભરમાં ઇસરોએ પોતાનો ડંકો વધાર્યો હતો. ૧૩૦ કરોડ ભારતીયો લોંચની સાથે જ ગર્વથી અને ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચંદ્રયાન માત્ર ૧૬ મિનિટ બાદ જ પૃથ્વીની સપાટીમાં સ્થાપિત થઇ ગયું હતું. ઇસરોના વડા શિવને ચંદ્રયાનની સફળ લોન્ચિંગની જાહેરાત કરીને કહ્યું હતું કે, આ મિશન અપેક્ષા કરતા પણ વધુ સારીરીતે સફળ રહ્યું છે. આશરે ૫૦ દિવસ બાદ એટલે કે ૬ઠ્ઠીથી ૮મી સપ્ટેમ્બર વચ્ચે ચંદ્રયાન ચંદ્ર પર ઉતરાણ કરશે. ૧૬ દિવસ સુધી પૃથ્વીની પરીભ્રમણ કક્ષામાં રહેશે. ચંદ્રયાન-૨ને ભારતના સૌથી શક્તિશાળી રોકેટ જીએસએલવી માર્ક-૩થી લોંચ કરવામાં સફળતા મળી હતી. લોન્ચિંગ બાદ ચંદ્રયાન પૃથ્વીની સપાટીમાં પહોંચી ગયું હતું. હવે ૧૬ દિવસ સુધી પૃથ્વીની ચારેબાજુ ફર્યા બાદ ચંદ્રની તરફ આગળ વધશે. આ ગાળા દરમિયાન ચંદ્રયાનની મહત્તમ ગતિ ૧૦ કિલોમીટર પ્રતિસેકન્ડ અને લઘુત્તમ ગતિ ત્રણ કિલોમીટર પ્રતિસેકન્ડ રહેશે.

૧૬ દિવસ બાદ ચંદ્રયાન પૃથ્વીની સપાટીથી બહાર નિકળશે. આ ગાળા દરમિયાન ચંદ્રયાન-૨થી રોકેટ અલગ પડશે. પાંચ દિવસ બાદ ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. આ ગાળા દરમિયાન તેની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિસેકન્ડ અને ચાર કિલોમીટર પ્રતિસેકન્ડની રહેશે. ત્યારબાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. જમીનથી ચંદ્રમા વચ્ચે સપાટી આશરે ૩ લાખ ૮૪ હજાર કિલોમીટરની છે. લોન્ચિંગ બાદ ચંદ્ર માટે લાંબી યાત્રા શરૂ થઇ હતી. ચંદ્રયાન-૨માં રહેલા લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન ચંદ્ર સુધી જશે. ચંદ્રની સપાટી ઉપર ઉતરી ગયાના ચાર દિવસ પહેલા વિક્રમ ઉતરનાર જગ્યા પર પહેલા ચકાસણી કરશે. લેન્ડર યાનથી ડીબુસ્ટ થશે. વિક્રમ સપાટીની નજીક પહોંચશે. ઉતરનારની જગ્યાને સ્કેન કરવાની શરૂઆત કરશે. આ પ્રક્રિયા સફળરીતે પૂર્ણ થયા બાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમના દરવાજા ખુલી જશે અને રોવર (પ્રજ્ઞાન)ને છોડી દેવામાં આવશે. રોવરને બહાર નિકળવામાં આશરે ચાર કલાકનો સમય લાગશે. ત્યારબાદ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી ઉપર નિકળી જશે.

આના ૧૫ મિનિટની અંદરથી જ ઇસરો લેન્ડિંગના ફોટાઓ મળવાની શરૂઆત થશે. સ્વદેશી ટેકનિકથી નિર્મિત ચંદ્રયાન-૨માં કુલ ૧૩ પેલોડ છે. આઠ ઓર્બિટરમાં ત્રણ પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવર પ્રજ્ઞાન છે. પાંચ પેલોડ ભારતના, ત્રણ યુરોપના, બે અમેરિકાના અને એક બલ્ગારિયાના પેલોડ રહેલા છે. લેન્ડર વિક્રમનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ જનક ડો. વિક્રમ સારાભાઇના નામ પર છે. બીજી બાજુ ૨૭ કિલોગ્રામ વજન ધરાવતા પ્રજ્ઞાનનો મતલબ સંસ્કૃત ભાષામાં બુદ્ધિમાન થાય છે. ઇસરો ચંદ્રયાન-૨ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારશે.

પાણી અને હિલિયમ-૩ પર પણ ભારતની નજર

ચીન અને અમેરિકાની જેમ જ ભારતની નજર પણ ચંદ્રના સાઉથ પોલ ઉપર મળનાર પાણી અને હિલિયમ-૩ ઉપર કેન્દ્રિત થઇ છે. ચંદ્રના સાઉથ પોલમાં મળનાર પાણી અને હિલિયમ-૩ પર ભારતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. એમ માનવામાં આવે છે કે, ચંદ્ર ઉપર હિલિયમ-૩નો ભંડાર એક મિલિયન મેટ્રિક ટન સુધી હોઈ શકે છે. આ ભંડારના માત્ર એક ચતુર્થાંસ હિસ્સાને જ જમીન ઉપર લાવી શકાય છે. આનાથી આશરે ૫૦૦ વર્ષ સુધી જમીનની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરી શકાય છે. ઇસરોના ચેરમેન શિવને થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, જે દેશની પાસે ઉર્જાના આ સોર્સ હિલિયમ-૩ને ચંદ્રથી જમીન પર લાવવાની ક્ષમતા રહેશે તે સમગ્ર પ્રક્રિયા ઉપર રાજ કરશે. તેઓ આ પ્રક્રિયાનો હિસ્સો બનવા ઇચ્છુક નથી બલ્કે આનું નેતૃત્વ કરવા ઇચ્છુક છે.

ય્જીન્ફ માર્ક-૩ રોકેટ દ્વારા ચંદ્રયાન-૨ની સફળ લોંચિંગ

બાહુબલી જીએસએલવી માર્ક-૩થી સફળ લોંચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચાર ટન સુધીના પેલોડ લઇ જવામાં સક્ષમ હોવાના કારણે આને બાહુબલી નામ આપવામાં આવ્યું છે. બાહુબલી ગણાતા જીએસએલવી માર્ક-૩ રોકેટે જીસેટ-૨૯ અને જીસેટ-૧૯ ઉપગ્રહોને પણ સફળરીતે લોંચ કર્યા હતા. અંતરિક્ષ સંસ્થાએ આજ રોકેટનો ઉપયોગ કરીને ક્રુ મોડ્યુઅલ વાયુમંડળીય ફેર પ્રવેશ પરીક્ષણ (કેયર)ને સફળતાપૂર્વક અંજામ આપ્યા બાદ આજે વધુ એક સફળતા હાંસલ કરી હતી. ઇસરોના વડા સિવનના કહેવા મુજબ અંતરિક્ષ સંસ્થા ડિસેમ્બર ૨૦૨૧ માટે નક્કી કરવામાં આવેલા  નિર્ધારિત માનવ મિશન માટે પણ જીએસએલવી માર્ક-૩ રોકેટનો જ ઉપયોગ કરશે. ગગનયાન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે. ઇસરોના શિવનના કહેવા મુજબ માનવ અંતરિક્ષ ઉંડાણ કાર્યક્રમ ગગનયાનને લઇને જાહેરાત થઇ ગયા બાદ ઇસરોના વૈજ્ઞાનિકો દિનરાત મહેનત કરી રહ્યા છે અને આના ઉપર પણ સફળરીતે તમામ પ્રક્રિયાને પૂર્ણ કરી લીધા બાદ આગળ વધવામાં આવશે.

Previous articleચંદ્રયાનના સફળ લોંચથી ઇસરો વડા ભાવુક બન્યા
Next article‘સંકટ સમયે ધીરજ રાખનાર માણસની જીત થાય છે’