ટ્રાયલ રન પહેલાં મેટ્રો પાછળ ૫ વર્ષમાં ૪૦૦૦ કરોડ ખર્ચાયા, પ્રોજેક્ટને કારણે ૫૫૪ પરિવારો અસરગ્રસ્ત બન્યા

557

અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ટ્રાયલ રન પછી ધીમે ધીમે કામ આગળ ધપી રહ્યું છે, પણ આ પહેલાં ૨૦૧૩થી ૨૦૧૮ના સમયગાળામાં રાજ્ય સરકારે ચાર હજાર કરોડ કરતાં વધુનો ખર્ચ કરી નાખ્યો છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ ફેઝના આ કામમાં રાજ્ય સરકારે બાંધકામ, વળતર અને અન્ય ખર્ચ સહિતનો ખર્ચ ગણી લીધો છે, પણ આવતા વર્ષના જુલાઈ મહિના સુધી આખોય પ્રથમ ફેઝ પૂરો થતાં સમગ્ર અમદાવાદમાં મેટ્રો દોડતી થશે તેવું પણ રાજ્ય સરકાર જણાવ્યું છે.

વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, અમદાવાદ -ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કાનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે અને ઓક્ટોબર-૨૦૧૩થી ઓક્ટોબર-૨૦૧૮ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં આ માટે ૪૨૨૮.૮૬ કરોડ ખર્ચાયા છે. એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું કામ જુલાઈ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. અસરગ્રસ્ત પરિવારો અંગેના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, આ પ્રોજેક્ટને કારણે કુલ ૫૫૪ પરિવારો અસરગ્રસ્ત બન્યા તેમાંથી ૪૫૦ પરિવારોને આર્થિક રીતે નબળા પરિવાર (ઇડબ્લ્યુએસ)ને ઘર અને ૧૦૪ પરિવારને વળતર આપવામાં આવ્યું છે અને આ માટે ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.

ગૌહત્યાને લગતાં કેસોમાં પકડાતાં આરોપીઓ સામે પગલાં લેવામાં સરકારે કચાશ રાખ્યાનું સામે આવ્યું છે. છેલ્લાં ૫ વર્ષમાં સરકારે ગૌહત્યા, ગૌમાંસની કે ગેરકાયદે ગૌવંશની હેરાફેરી કરનારાં ૩૧૦ આરોપીને આઇડેન્ટિફાઇ કર્યા પણ તેમાંથી માત્ર ૯૪ આરોપી સામે જ પાસાનો કાયદો લાગુ કરાયો

Previous articleઅહો આશ્ચર્યમ..!! બીજા માળેથી પટકાયેલા મહિલાનો પગ તૂટીને ખભા સુધી પહોંચ્યો
Next articleગેંગરેપ પ્રકરણની તપાસમાં પોલીસનું મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં કોમ્બિંગ, શખ્સો રફૂચક્કર