ગાંધીનગર : મચ્છરોની ઉત્પત્તિ મુદ્દે જિલ્લાની ૨૩૦ બાંધકામ સાઇટોને નોટિસ

539

ગાંધીનગર જિલ્લામાં બાંધકામ સાઇટ ચાલી રહી છે.જ્યાં પાણી ભરાઇ રહેવાને કારણે ત્યાં મચ્છરો પેદા થાય છે. જે મેલેરિયા સહિત અન્ય વાહકજન્ય રોગચાળો ફેલાઇ શકે છે.ત્યારે ગાંધીનગરના મેલેરિયા વિભાગ દ્વારા જિલ્લીના ૨૩૦ કન્ટ્રક્શન સાઇટને આ બાબતે લેખિતમાં જાણ કરવાની સાથે નોટિસ આપવામાં આવી છે. આરોગ્યની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ મજુરો આ વિસ્તારમાં રહેતા હોવાને કારણે તેમના થતી રોગચાળો રેલાઇ શકે તેમ છે જેથી આ બાંધકામ સાઇટોમાં પાણી ન ભરાય અને મજુરોનું સમયાંતરે સ્ક્રિનીંગ થાય તે માટેની સુચના સાઇટના માલિકને આપવામાં આવી છે.

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે મેલેરિયા વિભાગ દ્વારા અગાઉથી જ કામગીરી શરૂ કરી દીધી છે. ગાંધીનગ જિલ્લામાં થયેલા એક સર્વે મુજબ રહિશો કરતા રાજસ્થાન,પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દાહોદ- ગોધરા જેવા આરોગ્યની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાંથી આવતા મજુરોમાં મેલેરિયાના લક્ષણો વધુ જોવા મળ્યા છે.

આરોગ્યના વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેર ઉપરાંત જિલ્લાંમાં મોટા પ્રમાણમાં બાંધકામની સાઇટો ચાલે છે. જેમાં સેંકડોની સંખ્યામાં મજુરો કામ કરે છે. તેમનું લોહીનું પરીક્ષણ કરવાનું શરૂ કરી દીધું છે. મેલેરિયા,ડેન્ગ્યું અને ચિકન ગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના દર્દીઓ વધે તે પહેલા જ આ વખતે મેલેરિયા વિભાગે મેલેરિયાના રોગચાળા માટે જવાબદાર એવા બાંધકામ સાઇટ પર ખાસ દેખરેખ અને તકેદારીનો આગ્રહ રાખવામા આવી રહ્યો છે.

ગાંધીનગર મેલેરિયા વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં ચાલતી બાંધકામ સાઇટના કોન્ટાક્ટરોને ચોમાસાની ઋતુ પહેલાજ લેખીતમાં આ અંગે જાણ કરવવામાં આવી છે. જેમાં મચ્છરોનું ઉત્પત્તી સ્થાન એવા પાણીમાં સમયાંતરે દવા અને ઓઇલ નાંખવા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સાઇટોના દરેક મજુરોના નામ અને સરનામા સહિતની વિગત રાખવા પણ જણાવવામાં આવ્યું છે. એટલુ જ નહીં, સાઇટના કોન્ટ્રાક્ટરોને મચ્છરો પેદા ન થાય તે માટે ક્યાંય પાણી નહીં ભરાવવા દેવા આદેશ આપ્યા છે.

તો આરોગ્ય કર્મીઓને સહકાર આપવા સમયાંતરે મજુરોનું સ્ક્રિનીંગ કરવા તથા પાણી ભરાઇ રહેતી હોય તેવી જગ્યાએ બળેલું ઓઇલ અથવા ડિઝલ નાંખવા જિલ્લા મેલેરિયા વિભાગે લેખિતમાં ૨૩૦ કન્ટ્રક્શન સાઇટને નોટિસ આપી છે. તંત્ર દ્વારા જિલ્લાની બાંધકામ સાઇટોને લેખીતમાં સુચના આપવા છતા આવી સાઇટોમાં જો મચ્છરનું ઉત્પત્તિ સ્થાન મળી આવશે તો તંત્ર દ્વારા આવી સાઇટોને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવશે તેમ પણ અધિકારીઓએ જણાવી રહ્યા છે.

Previous article૨૨.૬૪ કરોડના ખર્ચેં ૧૯૪૦ પ્રધાનમંત્રી આવાસો બનાવાયા
Next articleપૂર્વ વિદેશ મંત્રી બોરિસ જોનસન બનશે ઈંગ્લેન્ડના નવા વડાપ્રધાન