બોટાદ જીલ્લાના રાણપુરમાં બપોરના સમયે કાળા ડીબાંગ વાદળો અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.એકાએક ચાલુ થયેલો વરસાદે ધોધમાર વરસવાનું ચાલુ થતા એક ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે લાંબા સમય સુધી ધરતીપુત્રો ને રાહ જોવડાવ્યા બાદ આજે મેઘરાજા એ ધમાકેદાર પધરામણી કરતા ધરતીપુત્રો માં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.જ્યારે એક ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા રાણપુરની મુખ્ય બજાર સહીત નિચાણવાળા વિસ્તાર અસર સોસાયટી, મદનીનગર, ગાયત્રી સોસાયટી, કૃષ્ણનગર સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા જેના લીધે લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો.જ્યારે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના સાંગણપુર ગામે એક ભેસ અને એક પાડી ઉપર વિજળી પડતા બન્ને નું મોત થયુ હતુ.સાંગણપુરના ભરતભાઈ બોઘાભાઈ પંચાળા ની વાડીએ બાંધેલી ભેસ અને પાડી આ બન્ને ઉપર વિજળી પડતા ભેસ અને પાડી નું મૃત્યુ થયુ હતુ.