ભારતીય ખુશ્કીદળના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહ્યું કે ૧૯૯૯માં કારગિલ યુદ્ધ પાકિસ્તાનનું એક મોટુ દુસ્સાહસ હતું. મને પુરો ભરોસો છે કે ભવિષ્યમાં તેમની સેના આવી નાદાની નહીં કરે. તે આપણી તાકાત જાણી ગયા છે. હવે આપણી પાસે પહેલાથી વધુ સારા સર્વેલન્સ ડિવાઇસ ઉપલબ્ધ છે. તેનાથી ક્યાંયથી પણ ઘુસણખોરીનો પતો લગાવી શકાય છે. ૨૬ જુલાઇના કારગિલ યુદ્ધના ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
જનરલ રાવતે ક્હ્યું કે આપણા જવાન ઉંચાઇ પર ચોક્કસ છે. બીજી તરફ પાકિસ્તાની સેના તહેનાત છે. અમે હંમેશા તેમને બેકફુટ પર રાખ્યા છે અને આગળ પણ રાખીશું. હવે પાકિસ્તાન ક્યારેય કારગિલ જેવી ભૂલ નહીં કરે.સેના પ્રમુખતી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નિવેદન અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો. ઇમરાને અમેરિકાના પ્રવાસમાં કહ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરીમાં કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં સ્થાનિકો સામેલ હતા. પાકિસ્તાનનો તેમાં કોઇ હાથ નથી. તેના પર જનરલ રાવતે કહ્યું કે અમે સત્યથી સંપુર્ણપણે વાકેફ છીએ. તેથી કોઇ એક નિવેદનને લઇને આગળ નથી વધી શકીએ. અમારી ગુપ્ત એજન્સીઓએ આ હુમલામાં જરૂરી પુરાવા મેળવ્યાં છે.
મહત્વપૂર્ણ છે કે, ૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૬૦ દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતની જીત થઈ હતી.જે બાદ ૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વોશિંગ્ટન સ્થિત યૂએસ ઇન્સ્ટીટયૂટ ઓફ પીસમાં સ્વીકાર કર્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાંક આતંકવાદીઓએ કાશ્મીરમાં લડાઇ લડી હતી. પુલવામા હુમલાને લઇને ઇમરાન ખાને કહ્યું કે જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી જે ભારતમાં પણ સક્રિય છે.