યુનાઇટેડ નર્સીંગ ફોરમનાં આદેશથી વિવિધ પ્રશ્ને ચાલતા આંદોલનના ભાગરૂપે આજે નર્સીંગ એસોસીએશન દ્વારા સર.ટી.હોસ્પીટલ ખાતે દર્દીઓને અડચણ ન થાય તે રીતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ નર્સીંગ કોલેજ પાસે એક દિવસમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહિં આવે તો આગામી તા.૧ ઓગષ્ટનાં રોજ ગાંધીનગર ખાતે મહારેલી કાઢવામાં આવેશે. જેમાં બાવનગર સર.ટી.હોસ્પીટલનો નર્સીંગ સ્ટાફ જોડાશે.