ગત તા. ૦૭/૦૮/૨૦૧૮ ના રોજ વહેલી સવારે અલંગ ખાતે શીપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર ૨૪ ની સામે આવેલ શૌચાલયના કંમ્પાઉન્ડમાં પ્રરપ્રાંતીય મજુર વિનોદ રામચંદ્ર યાદવ રહેવાસી હાલ અલંગ પ્લોટ નંબર ૨૪ ની સામેવાળાની માથાના ભાગે બોથડ પદાર્થ મારી ખુન કરેલ લાશ મળી આવેલ જે બાબતે મરણ જનારની નજીક રહેતા અને વ્યવસાયે ડોકટર સુદામા રમાશંકર શર્માએ અલંગ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા આરોપીઓ સામે ખુનની ફરિયાદ આપતા અલંગ પોલીસ સ્ટેશન કલમ ૩૦૨ વિગેરે મુજબ ગુન્હો રજીસ્ટર કરી પ્રથમ તપાસ અલંગ પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલ હતી પરંતુ તપાસના લાંબા સમય બાદ પણ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે કંઇ પત્તો નહી લાગતા અને ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.અશોક કુમાર યાદવ ની સુચનાથી ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકી જયપાલસિંહ રાઠૌર આ અનડિટેકટ ખુન કેસની તપાસ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટને સોપેલ અને આ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓ ઝડપી પાડવા માટે સખત સુચના આપેલ
આ દરમ્યાન પોલીસને હકિકત મળાવા પામેલ હતી કે, મરણ જનાર વિનોદને કોઇ સ્ત્રી સાથે આડા સંબંધો હતા જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરેલ અને તપાસ દરમ્યાન વધુ હકિકતો જાણવા મળેલ કે, મરણ જનાર વિનોદ યાદવને તેના પાડોસમાં રહેતા સુભાષની પત્નિ સાથે આડા સંબંધ હતા અને આ સુભાષની છોકરી સાથે રાહુલ શેષનાથ નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતા જેથી આ દિશામાં તપાસ કરતા હકિકત સાચી હોવાનું જણાઇ આવેલ અને મજકુર રાહુલ શેષનાથ મધેસીયા જાતે વાણીયા ઉ.વ.૨૬ રહેવાસી અલંગ યાર્ડ પ્લોટ નંબર ૨૪/બી ની સામે તથા સુભાષ રામભાઇ રાજભર જાતે પાસી ઉ.વ.૪૦ રહેવાસી અલંગ યાર્ડ પ્લોટ નંબર ૨૪/બી ની સામેવાળાઓને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને ગુન્હાનો એકરાર કરી આરોપી રાહુલે જણાવેલ કે, પોતાને સુભાષની દિકરી સાથે પ્રેમસંબંધ હતા અને મરણજનાર વિનોદ યાદવ સુભાષની દિકરીને પોતાની દિકરી માનતો હતો અને સુભાષની દિકરી તથા પોતે સાથે હતા અને મરણજનાર વિનોદ યાદવે બંન્નેને પકડી લીધેલ હતા જેથી બંન્ને વચ્ચે ઝઘડો થયેલ અને આ વાતની બધાને જાણ કરશે તો પોતાની પત્નિ મુકીને જતી રહેશે તેવુ વિચારી અને આરોપી સુભાષે જણાવેલ કે, પોતાની પત્નિ સાથે મરણજનાર વિનોદ યાદવને આડા સંબંધ હતા અને તે માટે બંન્ને વચ્ચે ઝઘડો થયેલ જેની દાઝ રાખી પોતે બંન્ને તથા અન્ય એક આરોપીએ મળી મરણજનાર વિનોદ રામચંદ્ર યાદવ પથ્થર તથા લોખંડના સળીયાથી માથાના ભાગે માર મારી ખુન કરેલ હોવાની હકિકત જણાવતા બંન્ને આરોપીઓને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે. આમ એલ.સી.બી./એસ.ઓ.જી. તથા અલંગ પોલીસે અલંગમાં એક વર્ષ પુર્વે થયેલ અનડિટેકટ ખુન કેસનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડેલ છે.