પોલીસકર્મી અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરનારા ડીવાયએસપી મંજીતાનો ટિકટોક વીડિયો વાયરલ

688

છેલ્લા બે દિવસથી પોલીસકર્મીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બે દિવસ પહેલા મહેસાણામાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરીનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જે બાદમાં પોલીસકર્મીઓના વીડિયો સામે આવી રહ્યા છે. હવે આ કડીમાં મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ પહેલા વાયરલ થયેલા વીડિયોના કેસમાં પોલીસકર્મીઓ વર્દીમાં કે પછી પોલીસ સ્ટેશનમાં હોવાનું સામે આવ્યું હતું, જ્યારે મંજીતા વણઝારા વર્દીમાં નથી.

અલ્પિતાનો વીડિયો વાયરલ થયા બાદ મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ તેને ફરજમુક્ત કરીને તેની સામે તપાસના આદેશ કર્યા હતા. અલ્પિતા ચૌધરી સામે શિસ્તભંગના પગલાં લેતા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. અલ્પિતા બાદ અમદાવાદની એક મહિલા હેડ કોન્સ્ટેબલ, એક પોલીસકર્મી અને વડોદરા ક્રાઇમ બ્રાંચના પીએસઆઈનો ટિકટોક વીડિયો પણ સામે આવ્યો હતો. આ તમામ સામે શિસ્તભંગ બદલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ મામલે એક મીડિયા સાથે વાતચીત કરતા મંજીતાએ કહ્યું હતું કે, “પોલીસકર્મીઓનું પણ અંગત જીવન હોઈ છે. આ વીડિયો મારા ઘરે શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં હું પોલીસ વર્દીમાં નથી.”મંજિતા વણઝારાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ એક પંજાબી ગીત પર એક્ટિંગ કરી રહ્યા છે. આ ગીતના શબ્દો છે, “જે આજ તુ ગાડીયા ચ ફીરદી એ, હવા વીચ ઉદતા ઈ મેરા પ્લેન.

Previous articleસરકાર જો શાળા ચલાવવા સક્ષમ ન હોય તો તેવી શાળાઓ નામાંકિત NGOને સોંપવી જોઈએ
Next articleઈન્સ્ટાગ્રામ પર પરિણીતાનું ફેક આઈડી બનાવી વીડિયો કોલ કરનાર આરોપી ઝડપાયો