મેઘરાજાને રીઝવવા માટે મોડાસાના ઉમેદપુર દધાલીયા ગામે સ્વયંભુ ખંડુજી મહાદેવના શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને રીઝવવા સવારથી જ પાણીનો મારો ચલાવ્યો હતો અને આખા શિવલિંગને પાણીમાં ડુબાડી દેવામાં આવ્યું હતું. શિવજીને રીઝવવા મહિલા મંડળે વરૂણદેવને પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા કૃષિક્ષેત્રે ભારે મુઝવણભરી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે વરસાદ માટે લોકો ભગવાનની કૃપા મેળવવા પ્રયાસો હાથ ધરી રહયા છે. છેવરુણદેવને રીઝવવા ખેડૂતો-પશુપાલકોએ પ્રાર્થનાનો સહારો લીધો છે.