સરકાર જો શાળા ચલાવવા સક્ષમ ન હોય તો તેવી શાળાઓ નામાંકિત NGOને સોંપવી જોઈએ

441

અમદાવાદની કેટલીય ખાનગી શાળાઓ ફી નિર્ધારણ સમિતિ(એફઆરસી)એ નક્કી કરેલ ફી કરતાં પણ વધુ ફી વસુલે છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ઊંચી ફી ઉઘરાવવા અંગે વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૯ શાળાઓ સામે રાજ્ય  સરકારને ફરિયાદો મળી છે.

એફઆરસી દ્વારા નક્કી થયેલ વધુમાં વધુ રૂ. ૩૫,૦૦૦ની ફી કરતાં અનેકગણી વધુ એકથી પાંચ લાખ રૂપિયા સુધીની ફી નામાંકિત ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવાય છે. એફઆરસી દ્વારા આવી શાળાઓને આટલી મોટી ફી ઉઘરાવવાની મંજૂરી કેમ અપાય છે? લાખો રૂપિયા ફી ઉઘરાવવા માટે ખાનગી સંચાલકોને નવી શાળાઓ શરૂ કરવાની મંજૂરીઓ આપવામાં આવે છે. વિધાનસભા ગૃહમાં આજે આવો આક્ષેપ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે.

કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે તે માટે ‘રાઈટ ટુ એજ્યુરકેશન’ (આરટીઈ) ‘શિક્ષણનો અધિકાર’ કાયદો અમલમાં લાવી હતી. રાજ્યસની ભાજપ સરકારે આરટીઈ એક્ટનો રાજ્યમાં મોડો અમલ કરવાને કારણે મોટી સંખ્યાયમાં લાભાર્થીઓ લાભ મેળવવાથી વંચિત રહી ગયા. આજે ઇ્‌ઈ એક્ટો હેઠળ નામાંકિત શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

પરંતુ તેમાંની કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને ધમકાવીને પ્રવેશ નથી લેવો તેવી લેખિતમાં માંગણી કરવામાં આવે છે અને પ્રવેશ મેળવવામાં સફળ થનાર ગરીબ વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. આવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા શેખે માંગણી કરી હતી.

સરકાર જો પોતે શાળા ચલાવવા સક્ષમ ન હોય તો તેવી શાળાઓ નામાંકિત એનજીઓ ને સોંપવી જોઈએ. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે શહેરોમાં નામાંકિત એનજીઓ દ્વારા સરકારી શાળા ચલાવવાની માંગણી સરકારને મળેલ છે. સરકારે અમુક વિસ્તામરોમાં સરકારી શાળાઓ પોતાની માનીતી એનજીઓ ને ચલાવવા માટે આપેલ છે,

આ એન.જી.ઓ.નો આશય ફક્તશને ફક્તત પૈસા કમાવવાનો જ છે. આના બદલે જે એનજીઓ સેવાના શુદ્ધ આશયથી, નફાના હેતુસર નહીં પરંતુ ગરીબો અને વંચિતોને મફત શિક્ષણ આપવાના આશયથી શાળા ચલાવવા માંગતા હોય તેમની યોગ્ય. ચકાસણી કરીને મફત શિક્ષણ આપવાના કરાર કરીને શાળાઓ સોંપવી જોઈએ.

આવી એનજીઓ ને ફક્તય ઈન્ફ્રા સ્ટ્રકકચરની જ જરૂરિયાત હોય છે. આવા નામાંકિત એનજીઓ ને જો આવી શાળાઓ ચલાવવા માટે સોંપવામાં આવે તો ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી શકે, જેથી સરકારનું ભારણ ઓછું થાય અને ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં ગુણવત્તા સભર શિક્ષણ પણ મળી રહે. ગરીબ વિદ્યાર્થીઓના હિતમાં આ દિશામાં નક્કર પગલાં લેવા જરૂરી છે.

Previous articleપોલીસની જીપ પર બેસી યુવકે બનાવેલ ટિકટોક વીડિયો થયો વાયરલ
Next articleપોલીસકર્મી અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરનારા ડીવાયએસપી મંજીતાનો ટિકટોક વીડિયો વાયરલ