અભય ચૌહાણ વિરૂધ્ધ મોડી સાંજે પારૂલ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી

627
bvn1822018-13.jpg

ભાવનગર મહાપાલિકાની બેઠકમાં થયેલ ઉગ્ર ચર્ચા સંદર્ભે ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટિના પુર્વ ચેરમેનએ પુર્વ મેયર અને હાલ કોંગ્રેસના નગરસેવિકાએ માન ભંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં એક મુદ્દે વિપક્ષ તથા શાસક પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હોય જેમાં શાસક પક્ષના અભયસિંહ ચૌહાણએ પુર્વ મેયર અને હાલ કોંગ્રેસના નગરસેવિકા પારૂલબેન ત્રિવેદીનું સભાગૃહમાં તમામ લોકોની હાજરીમાં અપમાનીત કરી થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ ગાળો આપી ગુનો કર્યો હોય આ અંગે નગરસેવિકાએ નિલમબાગ પોલીસ મથકમાં અભયસિંહ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને પગલે રાજકિય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

Previous articleજિલ્લાની ૩ ન.પા.માં સરેરાશ ૬૧.પ૭ ટકા મતદાન
Next articleવ્યક્તિગત આક્ષેપો કરાતા મ્યુ.સભામાં બઘડાટી