રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત, આખલાએ શિંગડે ચડાવતાં વૃદ્ધનું મોત

469

ખેરાલુ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો ત્રાસ વધી ગયો છે. શુક્રવારે આખલાએ વૃધ્ધ બાપુને શિંગડે ચડાવતાં બાપુનું મોત થયુ હતુ. ખેરાલુ શહેરના જૈન દેરાસર પાસે શુક્રવારે સાંજે એક બેલગામ રખડતાં આખલાએ વૃધ્ધ મસ્તાન બાપુને શિંગડે ભેરવી દેતાં બાપુને તુરતજ સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ જવાયા હતા. ત્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

ખેરાલુ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. શહેરમાં મેઈનબજારમાં બે અખલાઓ યુધ્ધે ચડે ત્યારે મેઈનબજારમાં સોપો પડી જાય છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રખડતાં ઢોરોએ અનેક વાર મહીલાઓ અને વૃધ્ધોને શિગડે ચડાવી દીધા છે.

આમ છતાં ખેરાલુ નગરપાલિકા દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ ઢોરો પકડવા માટે પ્રાઈવેટ કાંન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર કાંન્ટ્રાકટર ભાગી ગયો હતો. અને ત્યારબાદ પાલિકાએ રખડતાં ઢોરો પકડવા માટે કોઈજ કાર્યવાહી ન કરતાં વૃધ્ધ મસ્તાનબાપુએ આખલાના ભોગ બનવુ પડયુ હતુ.

Previous articleસેક્ટર-૧૧ના જિમમાંથી ૨.૨૦ લાખની રોકડ ચોરાઈ
Next articleઅમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલસેન્ટર ઝડપાયું