અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમની ટીમ ફરી ત્રાટકી હતી. જેમાં સાઇબર ક્રાઇમની ટીમે શહેરના આશ્રમ રોડ આવેલા એક કોલ સેન્ટર પર રેડ પાડી હતી. જેમાં સાઇબર ક્રાઇમની ટીમે ૫ ઓરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી આચરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. આ કોલ સેન્ટરમાંથી અમેરિકાના નાગરિકોને લોન આપવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. સાઇબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે આશ્રમ રોડ પર આવેલા હિમાદ્રી કોમ્પલેક્સની એક ઓફિસમાં રેડ પાડી પાંચ લોકોની ધરપકડ કરી હતી.
સૂત્રોને મળતી જાણકારી મુજબ આરોપીઓએ આ કોલ સેન્ટર એક અઠવાડિયા પહેલા શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે મળતાં એક અહેવાલ મુજબ પકડાયેલા આરોપીમાંથી એક આરોપી આ ઓફિસમાં નોકરી કરતો હતો.
આ ઓફિસની ચાવી તેની પાસે રહેતી હોવાના કારણે તેણો પોતાના મિત્રો સાથે કોલ સેન્ટર ચાલુ કર્યું હતું. હાલમાં સાઇબર ક્રાઇમ દ્વારા આ આરોપીની કોલ સેન્ટરને લઇને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના આશ્રમરોડ પાસેથી વધુ એક કોલસેન્ટર ઝડપાયું છે. અમદાવાદ સાયબર ક્રાઈમે આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા કોલસેન્ટરમાં દરોડા પાડ્યા હતા. આ કોલસેન્ટરમાં અમેરિકન નાગરિકોને લોન આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવતી હતી.પ્રિ-એડવાન્સ લોન આપવાનું કહીને આ કોલસેન્ટરમાં અમેરિકન લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. આ શખ્સો વોલમાર્ટ ગિફ્ટકાર્ડ મારફતે લોકો પાસેથી રૂપિયા મંગાવતા હતા. જેની જાણ થતાં સાયબર ક્રાઈમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૫ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.