રાજુલાનાં વીસળીયા ગામે GHCL દ્વારા ધો.૧ ના બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ

498

રાજુલાના વિસળીયા ગામે પ્રાથમિક શાળામાં, જીએચસીએલ ફાઉન્ડેશન વિકટર દ્વારા ૧ ધોરણમાં પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલબેગ (દફતર કીટ)નું વિતરણ કરેલ. ગામ વિકાસને જ પ્રાધાન્ય આપનાર સરપંચ વિક્રમભાઇની ખાસ ઉપસ્થિતિ રહેલ. વિકટર જીએચસીએલના સી.એસ.આર. મેનેજર રવિભાઇ સોલંકી, હિતેશભાઇ મકવાણા, તથા તેમનો સ્ટાફ અને વિસળીયા સરપંચ વિક્રમભાઇ શિયાળ, પ્રાથમિક શાળા આચાર્ય ભાણાભાઇ સોલંકી, ભૂપતભાઇ શિયાળ, નાગજીભાઇ ચૌહાણ, ઇશ્વરભાઇ શિયાળ તેમજ વિસળીયાના આંગણવાડી સ્ટાફ, વિસળીયા  ગ્રામજનો તથા શિક્ષકો હાજર રહ્યા હતા.

Previous articleરાજુલા રેશનીંગ કૌભાંડમાં ડોર ટુ ડોર ગ્રાહકોની તપાસ કરતું તંત્ર
Next articleતાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા દ્વારા વિશ્વ હિપેટાઇટીસ દિન નિમિત્તે રેલી પપેટ શો