અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા.શિલ્પા યાદવ અને તાલુકા હેલ્થ ઓફિસર ડા.દિનેશ પટેલનાં માર્ગદર્શન અનુસાર ધંધુકા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા ધંધુકામાં વિશ્વ હિપેટાઇટીસ દિવસની ઉજવણી ડી.એ.વિદ્યામંદિર ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં સપ્તધારાની ટીમ દ્વારા હિપેટાઇટીસ (કમળા) અંગે પપેટ શો રજુ કરી જનજાગૃતિ કરવામાં આવી હતી. આયુષ મેડિકલ ઓેફિસર ડા.યોગેન્દ્રસિંહ રાઠોડએ જણાવ્યું હરતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ખાતે ૨૮મી જુલાઇએ વિશ્વ હિપેટાઇટીસ દિવસ નક્કી કરવામાં આવેલ છે. ત્યારે ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસના માધ્યમથી વિદ્યાર્થીઓ દ્વાાર જનજાગૃતિ રેલી અને સપ્તધારાના સાધક દ્વારા પપેટ શો નાટક દ્વારા ઉપસ્થિત સૌને હિપેટાઇટીસથી બચવાના ઉપાયો, નિદાન, સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને હિપેટાઇટીસ અંગે રજુઆત કરવામાં પપેટ શો વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડા.દિનેશ પટેલ, આયુષ મેડીકલ ઓફિસર ડા.યોગેન્દ્રસિંહ રાઠોડ, ઇ.ચા.તાલુકા આઇ.ઇ.સી. ઓફિસર ગીરીશ સોલંકી, સપ્તધારા ટીમ અને મોટી સંખ્યા વિદ્યાર્થી અને શિક્ષકો એ ભાગ લીધેલ.