મિશન ગ્રીન બોટાદ અંતર્ગત પીંપળ વન ઓકિસજન પાર્ક નિર્માણ કાર્યક્રમ યોજાયો

482

‘‘મિશન ગ્રીન બોટાદ’’ અંતર્ગત યોજાયેલ પીપળ વન – ઓકસીજન પાર્કના નિર્માણ કાર્યક્રમ અંતર્ગત આજે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ તેમજ પંચાયત રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે બોટાદ સ્થિત કૃષ્ણસાગર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રદુષણ અટકાવી વાતાવરણમાં બદલાવ લાવવા માટે કેંદ્ર સરકારે તેમજ રાજ્ય સરકારે અનેક અભિયાનો હાથ ધર્યા છે. વરસાદ ઓછો આવવાના લીધે, પાણીના તળ નીચે જતા રહ્યા છે. તેવા સમયે આ જગ્યાએ વૃક્ષોનું જે વાવેતર થયું છે તેના જતન માટેની  ખાસ જવાબદારી બોટાદના લોકોએ લેવી પડશે.

તેમણે જણાવ્યું કે, જેમ બાળકનો ઉછેર કરવામાં આવે છે, તેવી જ રીતે વૃક્ષનો પણ ઉછેર કરી આવનારી પેઢી માટે આપણે ઉપયોગી બનવું પડશે.

આ પ્રસંગે માધવપ્રિયદાસજીએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરી આશિર્વચન પાઠવ્યા હતા તેમજ ચીફ ઓફીસર પાંચાભાઈ માળીએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં નગરપાલિકા પ્રમુખ જયસીંગભાઈ લકુમએ શાબ્દીક સ્વાગત તેમજ આભારવિધિ અનિલભાઈએ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર આશિષ કુમાર, આરએફઓ શ્રીમતી રાજ સંદિપ, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, રેંજ ફોરેસ્ટ ઓફિસર પ્રિયંકાબેન જોષી, બોટાદ મામલતદાર, અમોહભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી.માણિયા, વિજયભાઈ, વિપૂલભાઈ, મનહરભાઈ,  છન્નાભાઈ, ભીખુભાઈ સહિતના અગ્રણીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleતાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા દ્વારા વિશ્વ હિપેટાઇટીસ દિન નિમિત્તે રેલી પપેટ શો
Next articleસરંભડાનાં પીપરીયા હનુમાનજી મંદિરે કોમ્યુનીટી હોલ ધરાશાયી થતા રોષ