દિપડાને પીજરે પુરવાની માંગ સાથે તળાજા મામલતદારને આવેદન અપાયું

566

તળાજા ના જુના નવા રાજપરા ગામના જાગૃત આગેવાનો અને ખેડૂતો ગામ પંચાયત ના સરપંચ સહિતના એ તળાજા મામલતદાર અને ફોરેસ્ટ ઓફિસર ને દિપડા ને તાકીદે પાજરે પુરવા આવેદનપત્ર આપ્યું હતું  સરપંચ ના જણાવ્યા મુજબ ફોરેસ્ટ વિભાગ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે ૧૦ દિવસ મા  માનવ ભક્ષી દિપડા ને પકડી લેવા મા આવશે અને પાજરે પુરી ને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે પરંતુ કેટલા દિવસ થયા છતાં માનવ ભક્ષી દિપડા ને નહી પકડવા આવતા ખેડુતો ભય થી થથરી રહ્યા છે અને ખેતરમાં કામ પણ નહી કરવા જઈ રહ્યા બાળકો ને પણ એકલા નથી મુકી શકાતા  ફોરેસ્ટ ઓફિસર આર એફ  એ ખાત્રી આપી હતી કે વહેલી તકે દિપડો ઝડપી લેવા માટે અમારી ફોરેસ્ટ વિભાગ  તત્પર છે પ્રયાસ છાલુ છે અને મામલતદાર કચેરી ખાતે થી રજૂઆત ધ્યાને લઈ ને આગળ રજૂઆત કરશે તેમ ખાત્રી આપી હતી.

Previous articleરાજુલા શહેર તાલુકામાં અષાઢ મહિનો પૂર્ણતાના આરે પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી
Next articleગઢડા તાલુકા પંચાયતના અદ્યતન સુવિધા સાથેના નવ નિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ