ગાંધીનગરથી અડાલજ તરફ જઇ રહેલા પીક-અપ ડાલાનો પિછો કરી રહેલા માલધારી યુવકોએ ડાલાને સરગાસણથી અડાલજ વચ્ચે રોકાવીને પાછળ જોતા ક્રુરતા પુર્વક બાંધેલા ૧૦ પાડા તથા ૩ જોટા જોવા મળ્યા હતા. પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ઇન્ફોસીટી પોલીસની પીસીઆર વાન દોડી ગઇ હતી અને પાડાઓને મુક્ત કરાવીને મોડાસાનાં બે શખ્સોની ધરપકડ કરીને પશુ અત્યાચાર નિવારણ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પહેલા ફરીયાદ નોંધવા પણ તૈયાર ન હોવાનો આક્ષેપ પણ થયો હતો.
મોડાસા તરફથી અમદાવાદ તરફ જઇ રહેલા પીકઅપ ડાલા નં જીજે ૩૧ ટી ૦૫૩૧માં પશુઓેન કતલખાને લઇ જવાતા હોવાનો મેસેજ માલધારી સમાજનાં આગેવાન નવઘણભાઇ ગગજીભાઇ ભરવાડ (રહે ગોતા, અમદાવાદ) તથા જગદીશભાઇ માતમભાઇ ભરવાડ(રહે ચાંદખેડા અમદાવાદ)ને મળતા પીછો કર્યો હતો અને સરગાસણ પાસે ઝડપી લીધુ હતુ. ડાલામાં તપાસ કરતા ૧૦ પાડા અને ૧૩ જોટાને પગમાં ટુંકી દોરીઓ બાંધીને બેસાડીને ઉપરથી બાંધીને કોઇ પણ જાતની નિયમાનુંસારની ઘાસ કે પાણીની સુવિધા વગર લઇ જવાતા હતા.