લગ્ન બાદ દરેક લોકોને આશા હોય છે કે તે જલદીથી ગૂ઼ડ ન્યૂઝ આપે. સેલેબ્સના મામલામાં પણ સીન તેનાથી અલગ નથી. ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન બાદથી પ્રિયંકા ચોપરાની પ્રેગનેન્સીને લઇને અટકળો લગાવવામાં આી રહી હતી. પ્રિયંકાએ એક વખત મુંબઇમાં માની સાથે એક હોસ્પિટલ બહાર જોવા મળી. બસ તે બાદ તે આ ખબરોને વધારે બળ મળી ગયું. મામલો એટલો વધી ગયો કે આખરે પ્રિયંકાની માતા મધુ ચોપરાને આ વાત સ્પષ્ટ કરવો પડ્યો હતો.
તે સમયે તો સત્ય સામે આવ્યું હતુ કે પ્રિયંકા હાલ પ્રેગનેન્ટ નથી. પરંતુ ભવિષ્યમાં શુ થવાનું છે. તેની ભવિષ્યવાણી થઇ ચૂકી છે. તે મુજબ પ્રિયંકા આવનાર ૨૪ મહિનામાં માતા બની શકે છે. પ્રિયંકાને લઇને આ ભવિષ્યવાણી પ્રખ્યાત ન્યૂમરોલૉજિસ્ટ સંજય બી જુમાનીએ કરી. જુમાની આ પહેલા પ્રિયંકાના લગ્નને લઇને બિલકુલ યોગ્ય પ્રેડિક્શન કરી ચૂક્યા છે.
એસ્ટ્રો-ન્યૂમેરોલૉજિસ્ટ સંજય બી જુમાનીના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે પ્રિયંકા માટે ૯ નંબર સૌથી લકી છે. દેશી ગર્લની ડેટ ઓફ બર્થ (૧૮/૦૭/૧૯૮૨)માં જન્મની તારીખ ૮+૧ને જોડવા પર ૯ આવે છે. જે વર્ષમાં તેનો જન્મ થયો છે તેમા પણ ૯ અંક આવે છે. સંજય જુમાની મુજબ તેની ઉંમર ૩૬ વર્ષથી ઉંપર થઇ ચૂકી છે અને ૩+૬ને જોડવા પર પણ ૯ આવે છે.
પ્રિયંકા ચોપરાની ઉંમર ૧૮ (૧+૮=૯) હતી. જ્યારે તે મિસ વર્લ્ડ બની, ફેશન અને દોસ્તાના જેવી તેની ફિલ્મો તેને ૨૭ (૨+૭=૯) વર્ષની ઉંમરથી કરી હતી. તેના લગ્ન ૩૬ (૩+૬=૯) વર્ષની ઉંમરમાં થયા અને આજ રીતે તે અન્ય ઘણા સંયોગ તેની લાઇફમાં બને છે.