ભારતીય ટીમ ૫૫ વર્ષ બાદ પાકિસ્તાનમાં ડેવિસ કપ રમવા જશે

530

ભારતીય ટેનિસ ટીમ પ્રતિષ્ઠિત ડેવિસ કપમાં રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે જશે. એવા સમાચાર સામે આવ્યા છે. જો એવું થશે તો ભારતીય ટીમ ૫૫ વર્ષ બાદ પાકિસ્તાન હશે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન(એઆઈટીએ)ના જનરલ સેક્રેટરી હિરણ્મય ચેટર્જીએ કહ્યું કે રવિવારે આની પુષ્ટિ કરવામાં આવી છે. આ કોઈ દ્વિપક્ષીય સીરિઝ નથી પરંતુ એક વૈશ્વિક ટુર્નામેન્ટ છે.

એઆઈટીએના જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે,‘હાં, અમે પાકિસ્તાન જઈશું. આ કોઈ દ્વિપક્ષીય સીરિઝ નથી પરંતુ ટેનિસનો વર્લ્ડ કપ છે અને તેથી અમારે જવું પડશે. આ વિશે કેન્દ્ર સરકાર સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી. કારણ કે આ એક વૈશ્વિક ટુર્નામેન્ટ છે અને અમારે ઓલિમ્પિક ચાર્ટરને માનવું પડશે. ઉલ્લેખનીય છે કે ડેવિસ કપનો ડ્રો આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. પરંતુ ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારતીય ટેનિસ ટીમનું પાકિસ્તાન પ્રવાસે જવા પર અનિશ્ચિતતા વધી હતી. ક્રિકેટની વાત કરીએ તો ટીમ ૨૦૦૭માં પાકિસ્તાન ગઈ હતી. આપને જણાવી દઈએ કે આ પહેલા ૧૯૬૪માં ભારતીય ટેનિસ ટીમ પાકિસ્તાનમાં ડેવિસ કપ રમવા ગઈ હતી. આ વખતે એશિયા-ઓસનિયા ગ્રુપ-આઈના મુકાબલા ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં ગ્રાસ કોર્ટ પર રમાશે.

Previous articleપ્રેમમાં દરેકને બીજી તક મળવી જોઇએ : મલાઇકા અરોરા
Next articleવિરાટ કોહલીએ પોતાની કબડ્ડી ટીમમાં ધોની, જાડેજા, ઉમેશ, પંત, બુમરાહને સ્થાન આપ્યુ