રાજકોટમાં પોલીસ સ્ટેશન બહાર કરણીસેનાએ બોલાવી રામધૂન નોંધાવ્યો અનોખો વિરોધ

548

શહેરમાં આવેલા આજીડેમ વિસ્તારના પોલીસ મથક બહાર રવિવારના રોજ કરણીસેના દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના યુવાન પર સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ચોરીના આરોપ સાથે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના વિરોધમાં કરણીસેના દ્વારા રામધૂન બોલાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટ જિલ્લામાં આવેલા ત્રામ્બા ગામના એક યુવાનની આજીડેમ પોલીસ દ્વારા શુક્રવારા રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગ દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના યુવાની સૌની યોજના અંતર્ગત પાણી ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને કરણીસેના દ્વારા યુવાનની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. જેના વિરોધમાં કરણીસેના દ્વારા રામધૂન બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

રાજકોટ જિલ્લામાં આવેલા ત્રામ્બા ગામના એક યુવાનની આજીડેમ પોલીસ દ્વારા શુક્રવારા રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગ દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના યુવાની સૌની યોજના અંતર્ગત પાણી ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

જેને લઈને કરણીસેના દ્વારા યુવાનની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. જેના વિરોધમાં કરણીસેના દ્વારા રામધૂન બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૪ કંપનીની મૂડીમાં ઘટાડો થયો
Next articleઅમદાવાદમાં એલેન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વાલીનો હોબાળો