અમદાવાદમાં એલેન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વાલીનો હોબાળો

512

અમદાવાદ શહેરમાં એક ખાનગી ક્લાસમાં વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના બનતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને ગળાના ભાગે માર માર્યો હોવાના આક્ષેપ સાથે વાલીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

શહેરના સિંધુભવન રોડ પર આવેલા એલેન કોચિંગ ક્લાસની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે.વિદ્યાર્થીને માર માર્યાની જાણ થતા તેના વાલી વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકમાં પણ ક્લાસના શિક્ષકો સાથે વાલીઓની બોલાચાલી થઈ હતી.આ ઘટનાને પગલે શિક્ષક પણ પોલીસ સ્ટેશન હાજર થયા હતા. આ ઘટના બાદ વાલી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

Previous articleરાજકોટમાં પોલીસ સ્ટેશન બહાર કરણીસેનાએ બોલાવી રામધૂન નોંધાવ્યો અનોખો વિરોધ
Next articleઅંકલેશ્વરમાં ફૂટપાથ પર સૂતેલા કાવડિયાને અજાણ્યા વાહને ટક્કર મારતા મોતને ભેટ્યા