રાજુલા કલેકટર કચેરીમાં ડીજી સેટ ફાળવવા હિરાભાઇ સોલંકીની માંગ

913

રાજુલા પ્રાંત કચેરીમાં આધારકાર્ડ દસ્તાવેજ નોંધણી દાખલાઓ કાઢવામાં આવે છે અહીં સીટી સર્વે સહિતની અનેક ઓફિસ કાર્યરત છે. તાજેતરમાં જ નવી પ્રાંત કચેરી ખોલવામાં આવી હતી. ત્યારે આ ખબર હતી કે વીજ કંપની લોકોને હેરાન કરશે જ રાજુલા શહેર સાથે આ કચેરીનું વીજજોડાણ હોવાથી વારંવાર ટ્રીપીંગ થતા વીજળી ગુલ થઇ જાય છે. આથી આ તમામ કામો અટકીને ઉભા રહે છે. પરિણામે રાજુલા શહેર તાલુકામાં ૭૨ ગામનાં લોકોને અહિં ધર્મના ધક્કા થાય છે. ખાસ કરીને મહિલાઓ વૃદ્ધોને ભારે તકલીફ પડે છે. વેપારી મંડળ તેમજ રાજદારોમાં ડીજી સેટ મુકી આ પ્રશ્ન ઉકેલવા માંગણી ઉઠી છે.

આ બાબતે મંત્રી કૌશિકભાઇ પટેલ અને મહેસુલ વિભાગમાં ડીજી સેટ ફાળવી જનરેટર ગોઠવવા પૂર્વ સંસદીય સચીવ હિરાભાઇ સોલંકીએ પત્ર પાઠવી રજુઆત કરી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleધંધુકા વોર્ડ નં.૨માં વૃક્ષારોપણ